પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો સ્વદેશ પરત, માછીમારોના પરિવારોજનોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-05 18:52:30

પાકિસ્તાનની કરાંચી જેલમાં બંધ 200 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. માછીમારોને ગુરુવારે પંજાબમાં અમૃતસર નજીક વાઘા બોર્ડર પર ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમૃતસરથી કોચુવેલી એક્સપ્રેસમાં બેસાડવામાં આવ્યા હતા. આજે તેઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. આજે વડોદરાથી આ તમામ માછીમારોને બસ મારફતે પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ માછીમારોને પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષ 2019થી 2022 દરમિયાન અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ પકડીને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.


ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો


ભારત અને ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાનના કબ્જામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો ટ્રેન મારફતે ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાન જેલથી મુક્તિ બાદ માછીમારો 2 જૂને વાઘા બોર્ડર આવતાં ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં.


ગુજરાતના આ જિલ્લાના છે માછીમારો


આ માછીમારોમાંથી  171 માછીમારો ગુજરાતના છે. તેમાં પણ મોટાભાગના માછીમારો ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને જૂનાગઢ જિલ્લાના છે. જેઓે ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા વડોદરાથી રવાના કરવામાં આવ્યા હતાં. આ માછીમારો પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં સબડતા હતા.171 માછીમારો વતન પરત ફરતા માછીમારોના પરિવારજનોમાં તથા માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.


અગાઉ 198 માછીમારો મુક્ત કરાયા હતા


એક મહિનાથી ઓછા સમયમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની આ બીજી બેચ સ્વદેશ આવી છે. પાકિસ્તાને ગયા મહિનાની 11 તારીખે ગુજરાતના 184 સહિત કુલ 198 માછીમારોને મુક્ત કર્યા હતા. આજે અન્ય 200ની આ બેચને ગુરુવારે કરાચીની લેન્ડી જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. એંધી ફાઉન્ડેશન, કરાચીની મદદથી, માછીમારો લાહોર જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજા દિવસે લાહોરથી બસમાં વાઘા બોર્ડર પર લાવવામાં આવ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?