Pakistan Jailમાં બંધ ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા, પરિવારના મિલન વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 13:45:13

તહેવારની ઉજવણી કરવા માટે જ્યારે બહાર રહેતો વ્યક્તિ પોતાના વતન આવે છે ત્યારે તેમની આંખોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમના મનમાં એક જ ખ્યાલ આવે કે પરિવાર સાથે તેઓ તહેવારની ઉજવણી કરવાના છે. પરિવારના સભ્યોમાંથી જ્યારે કોઈ તહેવાર મનાવવા માટે વતન આવે છે ત્યારે ઉજવણી ડબલ થઈ જતી હોય છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે પાકિસ્તાનની જેલમાંથી 80 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ભારતીય માછીમારોને વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી માછીમારો માદરે વતન પહોંચ્યા હતા. ગીર સોમનાથના માછીમારો જ્યારે માદરે વતન પહોંચ્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે ભાવુક કરી દે તેવા છે... 

12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામ્યા!

માછીમારોના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર 80 જેટલા માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જ્યારે માછીમારો માદરે વતન પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. 12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા હતા અને પછી સરકારોને માછીમાર આગેવાનોએ વિનંતી કરી કે, કેદમાં રહેલા માછીમારોને યોગ્ય સારવાર આપવામાં આવે. ઘણા માછીમારોને પોતાના ઘરે જવાની પણ પરવાનગી આપે.


માદરે વતન માછીમારો પહોંચે તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા  

એક તરફ દિવાળીની ખુશી અને બીજી બાજુ આતિશબાજી. આ બધાની વચ્ચે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારો વેરાવળ પહોંચ્યા. માછીમારો માદરે વતન પહોંચે તે માટે બે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરાથી વેરાવળ સુધી પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લવાયા હતા. માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ કરી માદરે વતન પહોંચતા જ માછીમારોના સ્વજનો રડી પડ્યા હતા. માછીમારોએ ભારત માતા કી જય બોલાવી હતી 


3 વર્ષ જેલમાં રહી માછીમારો માદરે વતન પરત ફર્યા 

હવે પ્રશ્ન થાય કે આ બધા માછીમારો પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા? વાત એમ હતી કે ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર અજાણ્યે પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરી ગયા. જ્યારે માછીમારો સીમા પાર કરી પાકિસ્તાન પહોંચ્યા ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ તમામ માછીમારોને વર્ષ 2020માં પાકિસ્તાનમાં પકડ્યા હતા ત્યારે 3 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહીને તહેવારમાં નવા વર્ષે એ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. આટલા વર્ષો બાદ પરિવારને જ્યારે આ લોકોએ જોયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘરે જ્યારે માછીમારો પરત ફર્યા ત્યારે કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?