ઓસ્કાર એવોર્ડ 2023 માટે ભારતની ફિલ્મો થઈ શોર્ટલિસ્ટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-10 16:12:11

ભારતની 5 ફિલ્મો ઓસ્કર માટે શોટલિસ્ટ થઈ છે. જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ, RRR,ગંગુબાઈ કાઠિયાવાડી,કંતારા અને છેલ્લો શોનો સમાવેશ થાય છે. સૌથી લોકપ્રિય થયેલી ફિલ્મ કંતારા પણ ઓસ્કાર માટે શોટલિસ્ટ થઈ છે. RRRએ તેમજ ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સંજય લીલી ભંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું નામ પણ શોર્ટલિસ્ટમાં થયું છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો તો પહેલેથી જ શોટલિસ્ટ થઈ ચૂકી હતી.


આ ફિલ્મો થઈ છે શોર્ટલિસ્ટ 

મીડિયા રિપોર્ટની માનીએ તો ધ કાશ્મીર ફાઈલ્સ સિવાય ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શૉ, RRR,ઓલ ધેટ બ્રિથ્સ, અને ધ એલિફન્ટ વિસ્પર્સ, અને કાંતારાને પણ શોર્ટ લિસ્ટ કરાઈ છે. જો કે આ બધી ફિલ્મ શોર્ટલિસ્ટ કરાઈ છે હોં. કોઈ ફિલ્મનું નોમિનેશન નથી થયું. 24 જાન્યુઆરી બાદ ખબર પડશે કે આમાંથી કઈ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ છે. 


RRR ફિલ્મ થઈ છે શોર્ટલિસ્ટ 

માર્ચ 2022ના રીલીઝ થયેલી જુનિયર એનટીઆર અને રામચરણની આર આર આર ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ 1920ના સદીના બે ભારતીય ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કૌમારામ ભીમની લાઈફ પર બેઝ્ડ ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ હતી. 550 કરોડમાં બનેલી આરઆરઆરે 1204 કરોડની કમાણી કરી હતી. 


શોર્ટલિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોનો પણ થયો સમાવેશ 

ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોને પણ શોર્ટલિસ્ટ કરાઈ છે. આ ફિલ્મ આત્મકથાત્મક નાટક છે. એક બાળકની સિનેમા પ્રત્યેનો રસ અને સિનેમાના બદલાતા સ્વરૂપને આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે. 


ધ કાશ્મીર ફાઈલ્સ પણ થયું છે શોર્ટલિસ્ટ

અને હવે છેલ્લે વાત કરવી છે કાશ્મીર ફાઈલ્સની. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં 90ના દશકમાં થયેલા કાશ્મીરી પંડીતોના અને હિંદુઓના નરસંહારની સ્ટોરીને દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન દા જેવા મોટા કલાકારોએ કામ કર્યું છે. વિવેક અગ્નિહોત્રી કહી રહ્યા છે કે આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરાઈ છે પરંતુ અમુક મીડિયા રિપોર્ટ એવું પણ કહી રહ્યા છે કે ધ કાશ્મીર ફાઈલ્સ શોર્ટલિસ્ટ નથી કરાઈ. ધ કાશ્મીર ફાઈલ્સ અત્યાર સુધી માત્ર ઓસ્કાર માટે હરિફાઈમાં જ છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?