વિશ્વ બેંકએ ચાલું નાણાકિય વર્ષમાં ભારતનો વૃધ્ધી દર વધારીને 6.9 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો છે. ભારતે કડક નાણાકિય નિતી અપનાવી તથા કોમોડિટીના વધેલા ભાવના કારણે ભારતની આર્થિક વૃધ્ધી પર અસર થઈ છે. જો કે તેમ છતાં પણ ભારત સૌથી ઝડપથી વૃધ્ધી પ્રાપ્ત કરતી ઇકોનોમીમાં સામેલ થઈ શકે છે. વિકાશશીલ અર્થતંત્રોમાં ભારત આર્થિક વિકાસ રોકાણકારોનું મુખ્ય રોકાણ કેન્દ્ર બની શકે છે.
ભારતમાં મોંઘવારી 7.1 ટકા
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં સરેરાશ રિટેલ મોંઘવારી દર 7.1 ટકા રહી શકે છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) પર પર આધારીત મોંઘવારી દરમાં થોડી રાહત મળી શકે છે. પરંતું હવે કેન્દ્રિય મધ્યસ્થ બેંકએ 6 ટકા ના માન્ય સ્તરથી ઉપર છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં 6 ટકાથી ઉપર છે. આરબીઆઈની નાણાકિય નિતી નક્કી કરતા સમયે રિટેલ મોંઘવારી દર પર પણ ધ્યાનમાં રાખે છે. ઓક્ટોમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી ઘટીને 6.77 ટકા પર આવી ગઈ છે. જે સપ્ટેમ્બર 2022માં 7.41 ટકા પર રહી હતી. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટવાથી મુખ્યરૂપથી મોંઘવારી દરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જો કે આ સતત 10 મહિનામાં આરબીઆઈના કંમ્ફર્ટ લેવલથી ઉપર રહ્યું છે
આરબીઆઈની બેઠક પર નજર
ભારતીય રિઝર્વ બેંકની નાણાકિય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક સોમવારે શરૂ થશે. બીઓબીના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવિસે કહ્યું કે આરબીઆઈ એવા સમયે તેના નાણાકિય નિતી રજુ કરશે જ્યારે જીડીપી વૃધ્ધી દર સુસ્ત પડી ગયો છે અને મોઘવારી હજુ પણ 6 ટકાની ઉપર યથાવત છે. જો કે આ વખતે આરબીઆઈ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો તો કરશે પણ તે સંભવત 0.25-0.35 ટકા જેટલો જ હશે.