ગુજરાતનો સમુદ્ર વિસ્તાર ડ્રગ્સ માફિયાઓ માટે નશીલા દ્વવ્યોની તસ્કરીનું મોકળું મેદાન બની ગયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ ફરી એકવાર ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું છે. કચ્છ જિલ્લાના જખો સમુદ્ર વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઈન પકડ્યું છે.
Indian Coast Guard, in joint ops with ATS Gujarat, apprehended a Pakistani boat Al Sakar with 6 crew members & 50 kg of heroin worth Rs 350 cr market value in the early hrs of today, Oct 8, close to the International Maritime Boundary Line.Boat brought to Jakhau for further probe https://t.co/umLzMRgzUl pic.twitter.com/VKPjRzmy6z
— ANI (@ANI) October 8, 2022
6 પાકિસ્તાનીઓની ધરપકડ
Indian Coast Guard, in joint ops with ATS Gujarat, apprehended a Pakistani boat Al Sakar with 6 crew members & 50 kg of heroin worth Rs 350 cr market value in the early hrs of today, Oct 8, close to the International Maritime Boundary Line.Boat brought to Jakhau for further probe https://t.co/umLzMRgzUl pic.twitter.com/VKPjRzmy6z
— ANI (@ANI) October 8, 2022ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)અને ગુજરાત ATS દ્વારા 50 કિલો હેરોઈન સાથે 06 પાકિસ્તાનીઓની અટકાયત કરવામાં આવી છે. ICG જહાજોએ અને ATSએ પાકિસ્તાની બોટ “AL SAKAR”ને દરિયામાં આતર્યું હતું. જહાજની તપાસ કરવામાં આવતા તેમાંથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે. તોફાની સમુદ્ર અને ખરાબ હવામાન વચ્ચે આ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ પાકિસ્તાની બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. ત્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે ATSએ છેલ્લા એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. એટલે કે તે ઓપરેશનના એક મહિના કરતાં ઓછા સમયમાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ મહિનામાં આ બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.