વિશ્વની મહાસત્તા અમેરિકા આમ તો દાવો કરે છે કે તેમના ત્યાં સમાનતા , આઝાદી , ભાઈચારો છે . પરંતુ હમણાં જે હરકત અમેરિકાના અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટની બહાર આવી છે તેનાથી સાફ સાફ એ વસ્તુ છતી થાય છે કે અમેરિકા હજુ પણ રેસિઝમમાંથી બહાર નથી આવ્યું . થયું એવું કે આપણા ભારતના એક વ્યવસાયી શ્રુતિ ચતુર્વેદી જયારે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ગયા હતા ત્યારે ત્યાં એક એરપોર્ટ આવેલું છે તેનું નામ છે એનકોરેજ . તેના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને કસ્ટડીમાં ૮ કલાક ગોંધી રાખ્યા હતા .
શ્રુતિ ચતુર્વેદી જેઓ આપણા દેશના એક જાણીતા બિઝનેસવુમન છે . હમણાં જ થોડાક સમય પેહલા જયારે તેઓ અમેરિકાના અલાસ્કામાં ફરવા ગયા હતા . ત્યારે અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટ પરથી ભારત પાછા ફરતી વખતે તેમની પૂછપરછ એફબીઆઈ દ્વારા કરવામાં આવી હતી . કારણ માત્ર એટલું હતું કે , તેમની પાસે જે પાવરબેન્ક હતી તેની બેગ પર આ એરપોર્ટના સુરક્ષાકર્મીઓને શંકા ગઈ હતી . એક પુરુષ ઓફિસર દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી , કેટલાય સમય સુધી તેમને બાથરૂમ ના જવા દેવામાં આવ્યા સાથે જ તેમની પાસેથી ગરમ કપડાં , મોબાઈલ , સામાન લઈ લેવામાં આવ્યો હતો . શ્રુતિ ચતુર્વેદીએ આ સમગ્ર જાણકારી પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી હતી .

આઠ કલાકની પૂછતાછ બાદ તેમને કઈ મળ્યું નઈ . આટલુંજ નહિ શ્રુતિનો સામાન હજી પણ આ એનકોરેજ એરપોર્ટ પર જ છે . શ્રુતિને પોતાના મૂળભૂત અધિકાર વંચિત રખાયા હતા એટલેકે તેમને એક ફોન આ એફબીઆઈના અધિકારીઓએ નહોતો કરવા દીધો . એક વસ્તુ સાફ છે કે , ભારતીયો અવારનવાર આવા રેસિઝમનો સામનો કરતા રહે છે. અહીં આ વસ્તુ પેહલીવાર નથી બની કે અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ આવો ખરાબ વ્યવહાર કર્યો હોય . વાત છે ૨૦૧૧ની છે જયારે આપણા ભારતના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડો. એ પી જે અબ્દુલ કલામ ન્યુયોર્કથી ભારત આવવા માટે ૨૯ સપ્ટેમ્બરના ૨૦૧૧ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરંતુ ન્યુયોર્કની એરપોર્ટ ઓથોરિટીએ તે ફ્લાઇટને ઉડવા ના દીધી , ફ્લાઇટના દરવાજા ખોલાવ્યા , કલામ સરના જેકેટ અને બૂટને તપાસ માટે લઈ લેવાયા . આ કારણે ડો . એ પી જે અબ્દુલ કલામએ ઘણા લાંબા સમય સુધી બુટ વગર બેસી ફ્લાઈટમાં જ બેસી રેહવું પડ્યું હતું. જોકે પાછળથી ભારત સરકારે વિરોધ કરતા અમેરિકાએ માફી માંગી હતી . ટૂંકમાં અમેરિકાએ આ રેસિઝમની નીતિ છોડવી જ રહી . બધા બહારના લોકોને એક સરખી રીતે જોવાની આ પ્રણાલી અમેરિકાએ બદલવી જોઈએ.