કારના વેચાણમાં ભારતે જાપાનને પછાડ્યું, વિશ્વનું ત્રીજુ ઓટો માર્કેટ બન્યું


  • Published By :
  • Published Date : 2023-01-06 21:18:47

ભારત સહિત વિશ્વના દેશોમાં મંદીની આશંકા છે તેમ છતાં પણ દેશના ઓટોમોબાઈલ સેક્ટર માટે ગત વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું. ગત વર્ષે ઓટોમોબાઈલ કંપનીઓએ રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ કર્યું છે. વાહન ઉદ્યોગોના આંકડા પ્રમાણે ભારતે 2022માં વાહન વેચાણમાં જાપાનને પણ પાછળ પાડી દીધું છે. જેમાં તે પહેલી વખત ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. નિક્કઈ એશિયાએ શુક્રવારે આ જાણકારી આપી છે. 


જાપાન કરતા વધું વેચાણ


ભારતમાં નવા વાહનોનું કુલ વેચાણ ઓછામાં ઓછા 42 લાખ 50 હજાર યુનિટ રહ્યું જે જાપાનમાં વેચાયેલી 42 લાખ યુનિટથી વધુ છે. Society of Indian Automobile Manufacturers (SIAM) ના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી અને નવેમ્બર 2022 વચ્ચે ભારતમાં કુલ 41 લાખ 30 હજાર નવા વાહનોની ડિલિવરી થઈ હતી. ભારતમાં સૌથી મોટી કાર કંપની મારૂતી સુઝુકી દ્વારા રવિવારે રિપોર્ટ આપવામાં આવી છે કે ડિસેમ્બર મહિનામાં થયેલા વેચાણને પણ જો ઉમેરવામાં આવે તો તે કુલ મળીને લગભગ 4.25 મિલિયન યુનિટ્સ થઈ જાય છે.


2022માં 15.28 ટકા વેચાણ વધ્યું


દેશમાં વાહનોનું છૂટક વેચાણ 2022માં 15.28 ટકા વધીને 2,11,20,441 યુનિટ થયું છે. 2021માં રિટેલ માર્કેટમાં કુલ 1,83,21,760 વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2022 માં, વાહનોના કુલ છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. 2020 ની સરખામણીમાં, તેણે 17 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


2019 કરતાં વેચાણ 10 ટકા ઓછું 


જોકે, કોવિડ પહેલા એટલે કે 2019 કરતાં વાહનોનું વેચાણ હજુ પણ 10 ટકા ઓછું રહ્યું. 2022માં કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 8,65,344 યુનિટ સુધી પહોંચ્યું હતું. જે 2021માં વેચાયેલા 6,55,696 વાહનો કરતાં 31.97 ટકા વધુ છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ 2019ની નજીક પહોંચી ગયું છે. થ્રી-વ્હીલરનું વેચાણ 71.47 ટકા વધીને 6,40,559 યુનિટ થયું છે.


પેસેન્જર વાહનો અને ટ્રેક્ટરોએ રેકોર્ડ બનાવ્યો


ગયા વર્ષે એટલે કે 2022માં 34,31,497 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. આ આંકડો 2021માં વેચાયેલા 29,49,182 પેસેન્જર વાહનો કરતાં 16.35% વધુ છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનોનું આ અત્યાર સુધીનું સૌથી વધુ છૂટક વેચાણ છે. ટ્રેક્ટરનું વેચાણ વધીને રેકોર્ડ 7.94 લાખ થયું છે. 2021માં 7,69,638 ટ્રેક્ટર વેચાયા હતા. વેચાણ 2020 અને 2019 કરતાં વધુ સારું રહ્યું છે.


મોંઘવારીએ ટુ વ્હીલરની સ્પીડ રોકી


ટુ-વ્હીલરનું વેચાણ 2022માં 13.37% વધીને 1,53,88,062 યુનિટ પહોંચી ગયું છે. જોકે, ડિસેમ્બરમાં વેચાણ 11.19% ઘટીને 11,33,138 યુનિટ થયું હતું. મોંઘવારી અને ઇ-વાહનોની કિંમત અને માંગમાં વધારો થવાને કારણે વેચાણમાં ઘટાડો થયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.