ભારતીય સેનામાં વર્ષ 2027 સુધી 1 લાખ જવાનો ઘટાડવામાં આવશે, આર્મી ચીફે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-01-12 15:58:25

ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોની સંખ્યા ઘટાડવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર તથા સેનાએ આ દિશામાં ચાર વર્ષ પહેલાથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે સમયે સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીને પણ તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ)એ તેની જાણકારી આપી હતી. ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું  કે સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે વર્ષ 2027 સુધીમાં પુરી કરી લેવામાં આવશે. એટલે કે ત્યા સુધીમાં સેનાના 1 લાખ જવાનો ઓછા કરવામાં આવશે. 


2027 સુધી ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા પુરી થશે


જનરલ પાંડેએ જણાવ્યું કે ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા હેઠળ સેનાના અનેક યુનિટને ઘટાડવામાં આવશે. જેમ કે અમે એનિમલ ટ્રાન્સપોર્ટ યુનિટને ઘટાડવાનું અગાઉથી જ શરૂ કરી દીધું છે. કેમ કે હવે એનિમલ ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોજીસ્ટિક ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ પ્રકારે વર્ષોથી  ચાલતી ફૂડ ઈન્સ્પેક્શન યુનિટ લેબ ઘટાડી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં તેને બંધ કરી દેવામા આવશે. અમે ઓપ્ટિમાઈઝેનનો પ્લાન બનાવ્યો હતો અને તેને ફેઝવાઈઝ શરૂ કરવામાં આવશે. વર્ષ 2027 સુધી આ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે, એટલે કે ત્યાં સુધી લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવામાં આવશે. 


શા માટે ઓપ્ટિમાઈઝેન શરૂ કરાયું?


સંસદની સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે જ્યારે વીપી મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે 50 હજાર જવાની ઘટાડવા અંગે વિચાર્યું હતું. જો કે હવે તે લક્ષ્ય લગભગ એક લાખ સૈનિકો ઘટાડવાનું છે. કમિટીને જણાવવામાં આવ્યું હતું કે જવાનોની સંખ્યા ઘટાડવામાં આવ્યા બાદ જે પૈસા બચશે તેને ઉપયોગ  સેનાને ટેકનોલોજીમાં શસક્ત બનાવવા પાછળ ખર્ચવામાં આવશે. સરકારે પણ સેનાને આ રકમનો ઉપયોગ  ટેકનોલોજી પાછળ કરવાનું આશ્વાસન આપ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.