અરુણાચલ પ્રદેશના બોમડિલામાં ગુરુવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી બીઆર બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટના મોત થયા છે. શહિદ થયેલા પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંથ એનો મૃતદેહ ક્રેશ સ્થળ પરથી મળી આવ્યો છે. બંનેના મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં અંતિમ કાર્યવાહી કરવામાં આવી. સાંજે 4 વાગ્યાની આસપાસ લાશ મળી આવી હતી. આ દુર્ઘટના બાદ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ હેલિકોપ્ટરે 9:15 વાગ્યે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો.
Arunachal Pradesh | A pilot and co-pilot died after their Cheetah helicopter flying on an operational sortie crashed; the wreckage of the aircraft was found near Village Banglajaap East of Mandala. Court of enquiry being ordered: PRO Defence Guwahati pic.twitter.com/awHqFeHaa7
— ANI (@ANI) March 16, 2023
ચાર કલાકની જહેમત બાદ મળી લાશ
Arunachal Pradesh | A pilot and co-pilot died after their Cheetah helicopter flying on an operational sortie crashed; the wreckage of the aircraft was found near Village Banglajaap East of Mandala. Court of enquiry being ordered: PRO Defence Guwahati pic.twitter.com/awHqFeHaa7
— ANI (@ANI) March 16, 2023ચિતા હેલિકોપ્ટરના પાઈલોટ અને તેનો કાટમાળ શોધવા માટે ઈન્ડીયન આર્મી કામે લાગી હતી. 4 કલાકની જહેમત બાદ ચીની બોર્ડર પાસે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો જેમાં બન્ને પાઈલટની લાશ પણ મળી હતી. ગ્રામજનોએ દિરાંગમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર જોયું હતું અને જિલ્લા અધિકારીઓને જાણ કરી હતી. દિરાંગના બંગજાલેપના ગ્રામજનોએ બપોરે 12.30 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર શોધી કાઢ્યું હતું આ હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ તુટી પડ્યું હતું.