ઈંડોનેશિયના બાલીમાં ગ્લોબલ-20ની બેઠક આજે પૂર્ણ થઈ છે. જી-20ના યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આગામી વર્ષની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દુનિયાની નજર હવે ભારત તરફ છે. દુનિયાને ભારત તરફથી આશા છે.
G-20માં વિશ્વ નેતાઓ વચ્ચે મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ઈટલીના મહિલા પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોની, યજમાન ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
આગામી વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં ભારત ગ્લોબલ-20 એટલે કે જી-20 બેઠકની યજમાની કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં જી-20 બેઠકનું ઉદ્ઘાટન થશે. જી 20 બેઠકમાં વિવિધ દેશો સાથે ભારતની વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. વર્ષ 2024માં જી 20 બેઠકની યજમાની બ્રાઝીલ કરશે. અગાઉ ચર્ચા ચાલી રહી હતી કે નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં જી-20 બેઠક યોજી માસ્ટર સ્ટ્રોક રમશે. જેનાથી જમ્મુમાં ચાલી રહેલી આતંકવાદી પ્રક્રિયા દુનિયા સામે ખુલ્લી પડે, હવે ઉદયપુર, જોધપુર અને જયપુરમાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજાશે.