ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ રમાવા જઈ રહી છે, વન-ડે સીરીઝ અને પહેલી ટી20 મેચ ત્રિનિદાદ ખાતે રમ્યાં બાદ આજનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝના ગુયાના ખાતે યોજાવાનો છે, ત્યારે આ મેચમાં યશસ્વી જયસ્વાલ ભારત તરફથી પોતાનું ડેબ્યૂ કરી શકે છે. પહેલી મેચમાં 4 રનથી હારનો સામનો કરેલી ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને શ્રેણી બરાબર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે.
યશસ્વી જયસ્વાલ કરી શકે છે ડેબ્યૂ, ઓપનિંગ કરવાની મળી શકે છે તક
પહેલી ટી20 મેચમાં ભારતના ઓપનર્સે કંઈ ખાસ પ્રદર્શન કર્યુ નહોતું, ઈશાન કિશન માત્ર 6 રન બનાવીને અને શુભમન ગિલ માત્ર 3 રન બનાવીને આઉટ થયાં હતા, ત્યારે હવે આ મેચની ઓપનીંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે અને ભારત તરફથી યશસ્વી જયસ્વાલ પોતાનું ડેબ્યૂ કરી શકે છે. શુભમન ગિલ એ રાઈટ હેન્ડર બેટર છે,જ્યારે ઈશાન કિશાન એ ડાબોડી બેટર છે, તેથી ઈશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે તક આપીને લેફ્ટ-રાઈટનું કોમ્બિનેશન જાળવીને ભારતીય ટીમ મેચ જીતવાના આશય સાથે આજે મેદાનમાં ઉતરશે.
આ સિવાય બોલિંગ ઓર્ડરની વાત કરીએ તો આ મેચમાં આવેશ ખાન અને ઉમરાન મલિકને પણ તક મળવાની પૂર્ણ શક્યતાઓ છે. જ્યારે ગઈ મેચમાં ડેબ્યૂ કરનાર મુકેશ કુમારને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.
જુઓ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના સંભવિત પ્લેઈંગ 11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.
વેસ્ટઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકકોય.