વર્લ્ડ કપ 2023ની મેચો રમાઈ રહી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે પાંચ મેચ રમી લીધી છે અને ભારતની ટીમને દરેક મેચમાં જીત હાંસલ કરી છે. હમણાં તો બંને ટીમો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ઈન્ડિયા ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. રાષ્ટ્રગાન વખતે પણ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા દેખાયા હતા.
બીસીસીઆઈએ કર્યું ટ્વિટ
ભારતીય ક્રિકેટરોએ કાળી પટ્ટી ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં બાંધી હતી. તેમની યાદમાં ખેલાડીઓએ બ્લૈક આર્મ બેન્ડ બાંધ્યો છે. આ અંગેની માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વ કપ 2023માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ શરૂ થવાની પહેલા ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરશે.
77 વર્ષની ઉંમરે થયું ક્રિકેટરનું નિધન
પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન 23 ઓક્ટોબરના રોજ થયું હતું. 77 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946માં અમૃતસરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયાએ પણ તેમને યાદ કર્યા છે.