શરમજનક હાર સાથે ભારતનું સપનું ફરી રોળાયું, ઓસ્ટ્રેલિયા બન્યું ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:41:36

આજે ઈંગ્લેન્ડમાં ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ ઓવલમાં ભારતીય ટીમને 209 રને હરાવીને પ્રથમ વખત ટેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 296 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને 209 રનથી મેચ હારી ગઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વનડે, T-20 અને ટેસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.


ટોપ ઓર્ડર નિષ્ફળ 


ઓસ્ટ્રેલિયાના 469 રનના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 15 રન, શુભમન ગિલ 13 રન, ચેતેશ્વર પુજારા 14 રન, વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે 71 રન સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિન્દ્ર જાડેજા અને રહાણેએ પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજા સ્લિપમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોનના હાથે કેચ આઉટ થયો હતો. તે 48 રન બનાવી શક્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?