ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે ઇન્દોરમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવીને ઈતિહાસ રચ્યો છે. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 399 રન બનાવ્યા છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈન્દોર વનડેમાં ભારતીય ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગીલે 104 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી.ભારતીય ટીમે પ્રથમ વનડે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પાસે બીજી વનડે મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાની સુવર્ણ તક છે. ઉલ્લેખનિય છે કે નવેમ્બર 2013માં બેંગલુરુ વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 283 રન બનાવ્યા હતા.
Indore Centurions from today ????????
Special batting display from these two ????
Describe their partnership in one word ✍️#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/ol1PvHa72r
— BCCI (@BCCI) September 24, 2023
ઐયર-ગિલની 200 રનની ભાગીદારી
Indore Centurions from today ????????
Special batting display from these two ????
Describe their partnership in one word ✍️#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/ol1PvHa72r
શ્રેયસ ઐયરે શાનદાર બેટિંગ કરતાં 86 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ તેની વનડે કરિયરની ત્રીજી સદી છે. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 90 બોલમાં 11 ફોર અને 3 સિક્સની મદદથી 105 રન બનાવ્યા હતા. શ્રેયસ સીન એબોટની બોલિંગમાં મેથ્યુ શોર્ટ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને ગિલે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલે વન ડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી ગિલે 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 104 રન બનાવ્યા હતા. તે કેમરૂન ગ્રીનની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો.
ઓપનર ઋતુરાજે માત્ર 8 રન બનાવ્યા
ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ 12 બોલમાં 2 ફોરની મદદથી 8 રન બનાવી સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. તે હેઝલવુડની બોલિંગમાં બોલને ડિફેન્ડ કરવા ફોરવર્ડ થઈને રમ્યો હતો. તેને લાગ્યું હતું કે બોલ એન્ગલ સાથે અંદર આવી રહ્યો છે. પરંતુ આવું થયું નહીં અને બોલ તેના બેટની એજ લઈને કીપર એલેક્સ કેરી પાસે ગયો, જેણે સરળ કેચ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો ટોસ જીતીને બોલિંગનો નિર્ણય
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડ ઈન કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ઇન્દોર ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પેટ કમિન્સ ઇજાને લીધે રમી રહ્યો નથી અને સ્મિથ તેની જગ્યાએ કપ્તાની કરી રહ્યો છે. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ મેચ માટે ઉપલબ્ધ ન હોવાથી તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે.
ભારતની પ્લેઈંગ-11
શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11
ડેવિડ વોર્નર, મેથ્યુ શોર્ટ, સ્ટીવન સ્મિથ(કેપ્ટન), માર્નસ લબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કેરી(વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સીન એબોટ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન