રાજકોટમાં રમાયેલી ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા સ્કોર સામે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ અને મેચ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 353 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં માત્ર 286 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. જો ભારત આ મેચ પણ જીતી ગયું હોત તો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કરી દીધું હોત. જોકે, ભારત વનડે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ 352 રનનો મોટો સ્કોર બનાવ્યો
ઓસ્ટ્રેલિયાએ ટોચના ચાર બેટ્સમેનોની અડધી સદીની ઇનિંગ્સના આધારે 7 વિકેટે 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (56), મિશેલ માર્શ (96), સ્ટીવ સ્મિથ (74) અને માર્નસ લાબુશેને (72) અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ (81 રનમાં ત્રણ વિકેટ) અને કુલદીપ યાદવ (છ ઓવરમાં 48 રનમાં બે વિકેટ) ઝડપી સૌથી સફળ બોલર બન્યા હતા. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.
વોર્નર-માર્શની તોફાની બેટિંગ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ વોર્નરે 34 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે પોતાની ભૂલને કારણે આઉટ થઈ ગયો હતો પરંતુ તે પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતીમાં પહોંચાડ્યું હતું. માર્શ માત્ર ચાર રનથી તેની સદી ચૂકી ગયો હતો જ્યારે સ્મિથ વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો હતો. લાબુશેન તેની અડધી સદીની ઇનિંગ્સ દરમિયાન ચાલુ વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો.
Australia salvage a win in the third ODI with a clinical all-round display ????#INDvAUS ????: https://t.co/VFCXdpO74l pic.twitter.com/JvhaorkL8U
— ICC (@ICC) September 27, 2023
કેવું રહ્યું ભારતના બોલરોનું પર્ફોર્મન્સ?
Australia salvage a win in the third ODI with a clinical all-round display ????#INDvAUS ????: https://t.co/VFCXdpO74l pic.twitter.com/JvhaorkL8U
— ICC (@ICC) September 27, 2023આ મેચમાં સિરાજે સ્મિથને LBW આઉટ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 61 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. એલેક્સ કેરી (11)એ બુમરાહના ધીમા બોલ પર કવરમાં ઉભેલા વિરાટ કોહલીને આસાન કેચ આપ્યો હતો. બુમરાહે ગ્લેન મેક્સવેલ (05)ને બોલ્ડ કર્યો જ્યારે કુલદીપે કેમેરોન ગ્રીન (09)ને લોંગ ઓન પર કેચ કરાવ્યો. લેબુશેન અને પેટ કમિન્સ (અણનમ 19) એ 46 રન ઉમેર્યા અને ઓસ્ટ્રેલિયાને ભારત સામે ચોથા સૌથી વધુ સ્કોર સુધી પહોંચાડ્યું.