ભારત દેશ પોતાની સુરક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મિસાઈલ તેમજ આધુનિક હથિયારો ભારત વસાવી રહ્યું છે. ત્યારે ભારતની સુરક્ષામાં મદદગાર બનવા અગ્નિ-5 પણ સામેલ થઈ ગયું છે. ભારતે ગુરૂવારે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ પાસે 1360 કિલો સુધીના હથિયાર રાખવાની ક્ષમતા છે. ઉપરાંત આની મારક સમક્ષતા 5400 કિલોમીટરથી પણ વધારે છે.
ઓડિશના તટ પર કરાયું પરિક્ષણ
છેલ્લા ઘણા સમયથી ભારતના પાડોશી દેશો સાથે સંબંધો તંગ ચાલી રહ્યા છે. ચીન સાથે તવાંગ મુદ્દાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે ભારતે અગ્નિ-5 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કરી લીધું છે. રક્ષા મંત્રાલયના સૂત્રો અનુસાર આ મિસાઈલની સમક્ષતા વધારો થયો છે અને ઘણા દૂર સુધી આ મિસાઈલ જઈ શકે છે. ચીન સામે ભારતની તાકાતને વધારવા અગ્નિ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે. પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું ઓડિશાના તટ નજીક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત પોતાની શક્તિ વધારી રહ્યું છે.
બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં છે સામેલ
છેલ્લા ઘણા સમયથી ભારત અગ્નિ-5 પરિક્ષણ યોજના પર કામ કરી રહ્યું હતું. ભારતમાં વિકસિત મધ્યમ અને લાંબા અંતરની પરમાણુ સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલોની સીરિઝમાં આ મિસાઈલ પાંચમાં ક્રમે આવે છે. આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરાયું હતું. જે બાદ 2013, વર્ષ 2015, વર્ષ 2016, વર્ષ 2018 અને 2022માં કરવામાં આવ્યું હતું.