કેનેડામાં હરદિપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહી રહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદિપને એક ગૂરૂદ્વારા નજીક ઠાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે તેને આતંકવાદી ઘોષિત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર બે અજ્ઞાત હુમલાવરોએ તેની પર હુમલો કર્યો, જે બાદ તેની મોત થઈ ગઈ હતી. મહત્વનું છે કે તે કેનેડિયન શીખ સંગઠન ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેની સાથે બીજા બે જણા પણ હતા. ત્યારે આ હુમલો કોણે કર્યો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ કરતો હતો ષડયંત્ર!
નિજ્જર આતંકવાદી ખાલિસ્તાની સંગઠનના ચીફની કેનેડામાં હત્યા કરી દેવામાં આવી છે. ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે કેનેડામાં ગૂરૂ નાનક શીખ ગૂરદ્વારા પાસે બે અજાણ્યા બંદૂકધારી લોકોએ તેની ઉપર હુમલો કર્યો જેને કારણે તેનું મોત થઈ ગયું. મહત્વનું છે કે ઘણા સમયથી ભારત માટે ખતરોરૂપ બની રહ્યો હતો. કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ આંતકી ષડયંત્ર કરી રહ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલચ દ્વારા તેને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. પંજાબમાં પણ આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે નિજ્જર પર 10 લાખ રુપિયાનું ઈનામ એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.