સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ચીન અને પાકિસ્તાન પર ગુરૂવારે નામ લીધા પ્રહાર કર્યા હતા. પાકિસ્તાનના મંત્રીએ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ એસ.જયશંકરે આપ્યો હતો. પાકિસ્તાની વિદેશ રાજ્યમંત્રીએ ભારત પર આતંકવાદ ફેલાવાનો આરોપ લગાવ્યો હતો. જેનો જવાબ આપતા એસ.જયશંકરે આપ્યો હતો.
પાકિસ્તાનના મંત્રીને આપ્યો જડબાતોડ જવાબ
સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર આક્રામક રૂપમાં દેખાયા હતા. પોતાના બ્રિફિંગમાં જયશંકરે પાકિસ્તાન તેમજ ચીનનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. ઉપરાંત પાકિસ્તાનના હિના રબ્બાની ખારના પ્રશ્નનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જયશંકરે થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ટિપ્પણીને પણ યાદ કરી હતી. જયશંકર પોતાના ભાષણમાં હેરી ક્લીન્ટનના ભાષણને યાદ કર્યું હતું. જો તમે તમારા ઘરમાં સાપને પાળો છો, તો એ માત્ર પડોશનીને નહીં કરડે પણ ઘરમાં રહેલા લોકોને પણ કરડશે.
પાકિસ્તાની પત્રકારની પણ બોલતી બંધ કરી
પાકિસ્તાન વિદેશમંત્રી ઉપરાંત જયશંકરે પાકિસ્તાની રિપોટરની પણ બોલતી બંધ કરી હતી. પત્રકારે તેમને પૂછ્યું કે દક્ષિણ એશિયા ક્યાં સુધી નવી દિલ્હી,કાબુલ, પાકિસ્તાનથી આતંકવાદને જોશે. આનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે આ પ્રશ્ન તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છો આ પ્રશ્ન તમારે ભારતના મંત્રીને ન પૂછવો જોઈએ.
26-11નો કર્યો ઉલ્લેખ
ઉપરાંત જયશંકરે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કહ્યું કે દુનિયા ન્યુયોર્કની જેમ એક 9-11 કે પછી 26-11નો મુંબઈ પર થયેલો હુમલો ફરી ઘટિત ન થવું જોઈએ. પાકિસ્તાનનું નામ લીધા વગર પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદના સમકાલીન કેન્દ્રો હજી પણ સક્રિય છે.