આવી ગયું છે ભારતનું પહેલું UPI ATM મશીન, પૈસા કાઢવા માટે નહીં પડે ડેબિટ કાર્ડની જરૂર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 15:45:14

સમયની સાથે સાથે ટેક્નોલોજી પણ અપડેટ થઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો કેશ રાખતા હતા પરંતુ હવે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકો વળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ હવે લોકોની પહેલી પસંદ બન્યું છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો હજી પણ એવા છે જે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ નથી કરતા. ત્યારે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મદદથી યુપીઆઈ એટીએમની શરૂઆત થઈ છે. આમાં ડેબિટ કાર્ડની જરૂર નથી માત્ર યૂપીઆઈની મદદથી આસાનીથી પૈસા નીકાળી શકાય છે.  

આ કંપનીની મદદથી બનાવાયું છે આ એટીએમ 

દેશમાં યુપીઆઈ એટલે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસનો ઉપયોગ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટોનો ઉપયોહગ કરી કેશલેશ બની ગયા છે. ત્યારે જાપાનની Hitachi કંપનીએ નેશનલ પેમેંટ્સ  કોરપોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને પહેલું યૂપીઆઈ-એટીએમ લોન્ચ કર્યું છે. આમાં યુપીઆઈની મદદથી ગ્રાહક એટીએમમાંથી કેશ નીકાળી શકશે. ડિઝીટલાઈઝેશનમાં વધુ એક કદમ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. 


પિયુષ ગોયલે વીડિયો કર્યો શેર 

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ એટીએમનો ઉપયોગ પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પિયુષ ગોયલે આનો વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે આપણને ડેબિટ કાર્ડની જરૂર પડે છે. જો ડેબિટ કાર્ડ ન હોય તો આપણે પૈસા નથી કાઢી શક્તા. ત્યારે હવે યૂપીઆઈની મદદથી આપણે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી કેશ નીકાળી શકીશું.


પૈસા નીકાળવાની આ રહી પ્રોસેસ... 

કેટલા પૈસા જોઈએ છે તેવી માહિતી કેવી રીતે એડ કરવાની તેવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હશે. તો આ રહી આખી પ્રોસેસ જેને લઈ યુપીઆઈની મદદથી આપણે પૈસા કાઢી શકીશું. પહેલા એટીએમમાં કેટલા પૈસા ઉપાડવાના છે તે રકમ એન્ટર કરવાની. તે બાદ તમારી સમક્ષ QR-Code આવશે. કોડ દેખાયા બાદ તેને સ્કેન કરવાનું. તે બાદ યુપીઆઈ પીન એન્ટર કરવાની અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટીએમ મશીનમાંથી કેશ કલેટ્ક કરી લેવાનું.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.