પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષે નિધન થયું છે. તેઓ ભારતના લે-કોર્બુઝિયર તરીકે જાણીતા હતા. અમદાવાદ ખાતે સ્થિત નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનનું નિધન થવાથી સ્થાપત્ય કળાના યુગનો અંત આવ્યો છે.
અમદાવાદ-IIMની બનાવી હતી ડિઝાઈન
બીવી જોષીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા શહેરોની ડિઝાઈન કરી છે. તે સિવાય અમદાવાદની ઓળખ બનનારી IIM-અમદાવાદની ડિઝાઈન કરી હતી. આર્કિટેક ક્ષેત્રમાં તેમણે અનેક યોગદાન આપ્યું છે. અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદયપુર, સેપ્ટ યુનિવર્સિટીના નિર્માણમાં તેમણે યોગદાન આપ્યું છે.
સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર પ્રાઈઝ વિજેતા, ‘પદ્મભૂષણ’ બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 24, 2023
અનેક એવોર્ડથી કરાયા છે સન્માનિત
સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર પ્રાઈઝ વિજેતા, ‘પદ્મભૂષણ’ બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.
તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ તેમજ મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. મુખ્યમંત્રીએ તેમને યાદ કરતા લખ્યું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પદ્મભૂષણ બાલકૃષ્ણ દોષીજીના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. બાલકૃષ્ણ દોશીને અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1976માં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે સિવાય ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અપાયો હતો.