ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય, જીતના ઉન્માદમાં મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનો કર્યો અનાદર


  • Published By :
  • Published Date : 2023-11-20 16:35:12

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થતાં કરોડો ભારતીય ચાહકોના જબરદસ્ત આઘાત લાગ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરી વર્લ્ડ કપ પોતાના હસ્તક કર્યો હતો. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે વર્લ્ડ કપ જીત્યા બાદ અતિ ઉન્માદમાં આવી ગયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓે ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર( રવિવાર)ના રોજ ભવ્ય જીત મેળવ્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. 


નેટીઝન્સે કાઢી ઝાટકણી

 

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. 


પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી તસવીર


મિશેલ માર્શની આ તસવીર સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સએ ઈન્સ્ટાગ્રામ પર શેઅર કરી હતી. ત્યાર બાદ આ તસ્વીર જંગલની આગની જેમ વાયરલ થઈ હતી. લોકો માર્શની આ હરકતને વર્લ્ડ કપનું અપમાન ગણાવી રહ્યા છે. આ તસવીર ઓસ્ટ્રેલિયા દ્વારા વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના કેટલાક કલાકો બાદ જ શેર કરવામાં આવી હતી. આ તસવીર @mufaddal_vohra દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટ લખાય ત્યાં સુધી આ પોસ્ટને 5 લાખથી વધુ વ્યૂઝ અને 11 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ આ તસવીર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે આના પર પ્રતિક્રિયા આપી અને માર્શની ટીકા કરી. ઘણા યુઝર્સે લખ્યું કે આ વર્લ્ડ કપનું અપમાન છે, તો કેટલાકે લખ્યું કે આ ટ્રોફી તેમની છે તેઓ જે ઈચ્છે તે કરવા માટે આઝાદ છે.


ભારત સામે કર્યા હતા માત્ર 15 રન


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ 19 નવેમ્બર (રવિવાર) ના રોજ અમદાવાદમાં ભારત સામે સાત વિકેટની જીત બાદ પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ફોટામાં, પશ્ચિમ ઓસ્ટ્રેલિયન ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો અને નેટીઝન્સ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. માર્શ, જે ઓસ્ટ્રેલિયાની 2015 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. રવિવારે ભારત સામે ઝડપી 15 રન બનાવ્યા અને પછી જસપ્રિત બુમરાહની બોલ પર સ્ટમ્પ પાછળ કેએલ રાહુલ સામે તેની વિકેટ ગુમાવી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.   



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.