આપણે જેમ આપણા સોનાના દાગીના સેફ રહે તે માટે તેને બેન્કમાં મૂકીએ છીએ.. બેન્કના લોકરમાં આપણે તેને રાખી મૂકીએ છીએ. તેવી જ રીતે ભારત પણ ગોલ્ડને વિદેશની બેન્કોમાં ઈન્વેસ્ટ કરે છે.. વિદેશની બેન્કમાં ભારત દેશ પોતાનું સોનું રાખે છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે યુકેની બેન્કમાં મૂકેલું સોનું ભારત પરત લાવવામાં આવી રહ્યું છે.... ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 100 ટન સોનું ભારત પાછું લાવવામાં આવી રહ્યું છે. ભારત આવી રહેલા સોનાની દેખરેખ, તેની સુરક્ષા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવશે. ભારત સહિત અનેક દેશોનું સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવ્યું હતું..
100 ટન સોનું ભારત પાછું લવાશે..
ભારત દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી છે. વિદેશી બેન્કોમાં મૂકેલા સોનાને ભારત પરત લાવવાની શરૂઆત કરી દીધી છે.. 100 ટન સોનું ભારત પોતાના દેશ પાછું લાવી રહ્યું છે... બેન્ક ઓફ ઈન્ગલેન્ડમાં ભારતે અનેક ટન સોનું રાખ્યું છે.. ભારત પરત લાવવામાં આવી રહેલું સોનું એક મોટો સંદેશો પણ આપે છે કે ભારત પાસે સિક્યોરિટીની એવી સુવિધા ઉભી થઈ ગઈ છે કે આટલા ટન સોનાની ચોરી નહીં થાય તેની ગેરંટી લઈ શકે છે.. ભારત આટલા ટન સોનું પાછું લાવી રહ્યું છે જેને કારણે ઓછા પૈસા તેને ભરવા પડશે..
વિદેશમાં આટલા ટન રહેલું છે ભારતનું સોનું
મળતી માહિતી પ્રમાણે ભારત પાસે રહેલા સોનાની વાત કરીએ તો 308.03 મેટરિક ટન સોનું ભારતે પોતાની પાસે રાખ્યું છે.. મતલબ આટલા ટન સોનું ભારતમાં છે જ્યારે 514.00 મેટરિક ટન જેટલું સોનું ભારત વિદેશી બેન્કમાં રાખ્યું છે.. અંદાજીત 514.00 મેટ્રિક ટનમાંથી ભારત 100 મેટ્રિક ટન સોનું ભારત પરત લાવી રહ્યું છે... બેન્ક ઓફ ઈન્ગલેન્ડમાં ભારત સિવાય અનેક બીજા દેશોએ પોતાનું સોનું રાખી મૂક્યું છે..
સોનાને લઈ લેવાયેલા નિર્ણય પર અંગે આપ શું કહેશો?
મહત્વનું છે કે જ્યારે કોઈ સંકટ આવી પડે અથવા દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે આવી પરિસ્થિતિમાં ગોલ્ડની સુરક્ષા જોખમાતી હોય તેવું નિષ્ણાતોનું માનવું છે. સોનાને પરત લાવવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે છે.. 1991માં ભારત દ્વારા વિદેશની બેન્કોમાં ગોલ્ડ મૂકવાનું શરૂ થયું હતું તેવી માહિતી સામે આવી છે.. મહત્વનું છે કે વિદેશની બેન્કોમાં સોનું રાખવાથી વેપારમાં સરળતા રહે છે.. સોનાને લઈ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો..