ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ચાલુ નાણાકીય વર્ષ (2023-2024) ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા રહ્યો છે, જે નાણાકીય વર્ષ 2022-23ના અગાઉના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા જેટલો રહ્યો હતો.જોકે, આ ગ્રોથ રેટ RBIના 8 ટકાના અંદાજ કરતાં ઓછો છે. નેશનલ સ્ટેટીકલ ઓફિસ (NSO) દ્વારા આ આકડા જાહેર કરવામાં આવ્યા હતા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા 31 ઓગસ્ટે જાહેર થયેલા આંકડા અનુસાર, પ્રથમ ક્વાર્ટરનો વૃદ્ધિદર છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી ઊંચો છે. અગાઉ માર્ચ ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6.1 ટકા જ્યારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 13.1 ટકા હતો. RBIએ જૂન-2023 ક્વાર્ટર માટે 8 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો જ્યારે વિવિધ અર્થશાસ્ત્રીઓએ સરેરાશ 7.7 ટકાની આસપાસનો આંકડાનું અનુમાન લગાવ્યું હતું.
India's GDP growth rate for Q1-FY 2023-24 at 7.8 per cent, says the Government. pic.twitter.com/jvhcwMIBaH
— ANI (@ANI) August 31, 2023
કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વધ્યો, ઉત્પાદન ક્ષેત્રનો ઘટ્યો
India's GDP growth rate for Q1-FY 2023-24 at 7.8 per cent, says the Government. pic.twitter.com/jvhcwMIBaH
— ANI (@ANI) August 31, 2023NSOના ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં 3.5 ટકા રહ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.4 ટકા હતો. જોકે, જૂન ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ ધીમી પડીને 4.7 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 6.1 ટકા હતી. 2022-23ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.5 ટકા હતો.
મુખ્ય ઉદ્યોગોનું પ્રદર્શન કેવું રહ્યું?
આ વર્ષે જૂન ત્રિમાસિક દરમિયાન કૃષિ અને ફાયનાન્સિયલ સર્વિસીસ સેક્ટરને બાદ કરતા દરેક સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે. માઈનિંગ સેક્ટરનો ગ્રોથ 5.8 ટકા રહ્યો છે, જે ગયા વર્ષે 9.5 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ 4.7 ટકા રહ્યો છે, જે ગયા વર્ષે 6.1 ટકા હતો. બાંધકામ પ્રવૃત્તિ 7.9 ટકાના દરે વધી છે, જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 16 ટકાના દરે વધી હતી. જો કે કૃષિ અને ફાયનાન્સિયલ સેક્ટરમાં જુન ત્રિમાસિક દરમિયાન સારો ગ્રોથ નોંધવામાં આવી છે. કૃષિ સેક્ટરની ગ્રોથ 3.5 ટકા રહી છે અને ફાયનાન્સિયલ લેક્ટરની ગ્રોથ 12.5 ટકા રહી છે.
એપ્રિલ-જુલાઈમાં રાજકોષીય ખાધ બજેટ અંદાજના 33.9 ટકા પર પહોંચી
ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ચાર મહિનામાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ આખા વર્ષના લક્ષ્યાંકના 33.9 ટકા પર પહોંચી ગઈ છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલથી જુલાઈના અંત સુધીમાં વાસ્તવિક રીતે રાજકોષીય ખાધ રૂ. 6.06 લાખ કરોડ હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં રાજકોષીય ખાધ કુલ બજેટ અંદાજના 20.5 ટકા હતી.
સરકારે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 5.9 ટકા પર લાવવાનો અંદાજ મૂક્યો હતો. ગયા નાણાકીય વર્ષ (2022-23)માં રાજકોષીય ખાધ GDPના 6.4 ટકા રહ્યું હતું, જ્યારે પ્રારંભિક અનુમાન 6.71 ટકા હતો. સરકારની આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. આ સરકાર દ્વારા જરૂરી કુલ ઉધારનો સંકેત છે.