દેશભરમાં આઇસીસી વિશ્વકપ 2023ની ક્રિકેટ મેચોને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદીની સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાવાની છે. સમગ્ર રાજ્ય અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો 14 ઓક્ટોબરે અમદાવાદ પહોંચવાના છે પણ ટિકિટ નથી મળી એ લોકો ટિકિટ માટે દમ લગાવી રહ્યા છે. અનેક લોકો મોટા નેતાઓની લાગવગ પણ લગાવાના પ્રયાસ કરી રહ્યા છે પણ વાત બની નથી રહી. ત્યારે અમદાવાદમાં મેચની નકલી ટિકિટના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોડકદેવમાંથી મેચની 108 નકલી ટિકિટો સાથે ચાર શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઈ રીતે ઝડપાયા આરોપીઓ?
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગઇકાલે 10 ઓક્ટોબરના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બોડકદેવમાં જજીસ બંગ્લો રોડ પર નિધી કોમ્પલેક્ષમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં ચાર શખ્સો ભેગા મળીને ભારત-પાકિસ્તાનની મેચની નકલી ટિકિટો બનાવી તેનું વેચાણ કરી રહ્યાં છે. બાતમીના આધારે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન ચાર શખ્સો મળી આવ્યા હતા. આ મેચની 108 નકલી ટિકિટો સાથે 4 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ કરતા દુકાનનો માલિક કુશ મીણા હતો અને અન્ય ત્રણ શખ્સ રાજવીર ઠાકોર, ધ્રુમીલ ઠાકોર અને જયમીન પ્રજાપતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ત્રણ શખ્સો ભારત-પાકિસ્તાનની ટિકિટો પ્રિન્ટ કરાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ચારેય શખ્સ પાસેથી ભારત-પાકિસ્તાન મેચની કુલ 108 નંગ ટિકિટ, ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ, પેન ડ્રાઇવ, પ્રિન્ટર, પેપર કટર મળી કુલ 1.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
#WATCH | DCP Crime Branch Chaitanya Mandlik says, "Ahmedabad crime branch has arrested four accused in the ticket (India-Pakistan World Cup match) duplicating case. Jaimin Prajapati is the main accused. He along with Kush Meena and Rajveer Thakur printed duplicate tickets. We… pic.twitter.com/qaI3ZFoXlN
— ANI (@ANI) October 11, 2023
રૂપિયા કમાવાનો કારસો
#WATCH | DCP Crime Branch Chaitanya Mandlik says, "Ahmedabad crime branch has arrested four accused in the ticket (India-Pakistan World Cup match) duplicating case. Jaimin Prajapati is the main accused. He along with Kush Meena and Rajveer Thakur printed duplicate tickets. We… pic.twitter.com/qaI3ZFoXlN
— ANI (@ANI) October 11, 2023ચારેય શખ્સોની પૂઠપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ભારત-પાકિસ્તાનની મેચની નકલી ટિકિટો છાપી તેને વેચીને રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે એક પ્રિન્ટર ખરીદ્યું હતું. તેમની પાસે રહેલી સાચી ટિકિટને દુકાનમાં રાખવામાં આવેલા સ્કેનર મશીનથી સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરી હતું. ફોટોશોપ સોફ્ટવેરની મદદથી સીટ નંબરની સિરિઝ બદલીને સેટ કરી કલર પ્રિન્ટ કાઢી હતી અને ટિકિટનું કટિંગ કરીને વેચાણ કર્યું હતું. ગઇકાલે પણ તેઓ ફરીથી નકલી ટિકિટોની પ્રિન્ટ કાઢીને વેચાણ કરવાના હતા. ચારેય લોકો સામે કલમ 120 બી, 406, 420, 465, 467 અને 471 સહિતની કલમો લગાવામાં આવી છે. જો કે ચારેય લોકો નકલી ટિકિટ વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને પોલીસે તેમને પકડી પાડ્યા છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ લોકોએ કોઈને ટિકિટ વેચી છે કે નહીં.