705 ભારતીય નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ, ભારતે કેદીઓની મુક્તીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-01 19:04:58

ભારત અને પાકિસ્તાને રવિવારે પોતપોતાની જેલોમાં બંધ કેદીઓ અને માંછીમારોની યાદી એક-બીજાને સોંપી હતી. તે જ પ્રમાણે બંને દેશોએ તેમની રાજકીય ચેનલોના મારફતે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓના લિસ્ટનું પણ વહેંચ્યું હતું. બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીઓનું આ સતત 32મું આદાન-પ્રદાન હતું, સૌપ્રથમ 1 જાન્યુઆરી 1992થી તેની શરૂઆત થઈ હતી.


705 ભારતીયો પાક જંલમાં બંધ


વિદેશ મંત્રાલયએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા જે યાદી સોંપવામાં આવી છે પાકિસ્તાને પણ 705 ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે.  તે મુજબ પાકિસ્તાની જેલોમાં 51 ભારતીય નાગરિકો અને 654 માંછીમારો બંધ છે. ભારતે આ કેદીઓની માગ કરી છે, વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 631 ભારતીય માંછીમારો અને બે ભારતીય નાગરિકો તેમની સજા પુરી કરી ચુક્યા છે. 


પરમાણુ મથકોની યાદીનું પણ કર્યું આદાન-પ્રદાન


ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.


શા માટે માહિતી વહેંચવામાં આવે છે?


ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ કરવામાં આવી હતી, તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવ્યો હતો. દર વર્ષના આરંભ વખતે બંને દેશો આ પ્રકારની માહિતી શેર કરતા રહે છે આ કવાયત છેલ્લા 32 વર્ષથી કરવામાં આવે છે. સમજુતી પ્રમાણે પ્રથમ યાદી 1 જાન્યુઆરી 1992ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?