અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતે પહેલા ફ્રિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો છે. મેચને લઈ દર્શકોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી.
Innings Break!
— BCCI (@BCCI) October 14, 2023
A cracker of a bowling performance from #TeamIndia! ???? ????
Jasprit Bumrah, Kuldeep Yadav, Ravindra Jadeja, Hardik Pandya & Mohd. Siraj share the spoils with 2️⃣ wickets each!
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/omDQZnAbg7
191 રન પર પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ
પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી. પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે.
42.5 ઓવરમાં પાકિસ્તાની ટીમ ઓલ આઉટ થઈ
જ્યારે મેચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ટીમ મજબૂત દેખાઈ રહી હતી. શરૂઆતી પાર્ટનરશીપ સારી હતી પરંતુ ધીરે ધીરે વિકેટો પડતી ગઈ. 42.5 ઓવરમાં 191 રન પાકિસ્તાની ખેલાડી બનાવી ચૂક્યા હતા. પહેલી બે વિકેટ પડી ત્યારે 155 રન હતા પરંતુ 36 રનમાં પાકિસ્તાને 8 વિકેટો ગુમાવી છે. ભારત માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. રવિન્દ્ર જાડેજા. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. જોવા જેવી વાત એ હતી કે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાને સારી બેટિંગ કરી હતી. બાબર આઝમે 50 રન બનાવ્યા હતા જ્યારે રિઝવાને 49 રન ફટકાર્યા હતા. ઈમામે 36 રન બનાવ્યા હતા.
બંને ટીમના પ્લેઈંગ 11ની વાત કરીએ તો -
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ
પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સાઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી, હસન અલી