ASIA CUP 2023 : ભારત-પાકિસ્તાન મેચ ડ્રો, પાકિસ્તાન સુપર-4માં પહોંચ્યું, ટુર્નામેન્ટમાં ભારતની શું સ્થિતી છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-03 11:06:42

એશિયા કપની ત્રીજી મેચ શનિવારે (2 સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે અનિર્ણિત રહી હતી. કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયા 50 ઓવર પણ રમી શકી નહોતી. તેઓ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. આ પછી ભારે વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અમ્પાયરે બંને કેપ્ટન સાથે વાત કરી અને મેચ રદ્દ જાહેર કરી.


પાકિસ્તાન સુપર-4માં પહોંચ્યું


ભારત-પાકિસ્તાન મેચ પછી ટેબલની સ્થિતિ પર નજર કરીએ તો મેચ પૂર્ણ ન થવાને કારણે બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી. ગ્રુપ-A પાકિસ્તાન બે મેચમાં ત્રણ પોઈન્ટ મેળવીને સુપર-4માં પહોંચી ગયું છે. આ સાથે જ ભારતના એક મેચમાં એક પોઈન્ટ છે. નેપાળના ખાતામાં એક પણ પોઈન્ટ નથી. બીજી તરફ ગ્રુપ-બી શ્રીલંકાના એક મેચમાં બે પોઈન્ટ છે અને બાંગ્લાદેશનું ખાતું પણ ખુલ્યું નથી. અફઘાનિસ્તાનની ટીમે હજુ તેની પ્રથમ મેચ રમવાની છે.


ભારતની શું સ્થિતી છે?


ભારતની નેપાળ સામેની મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. જો ટીમ નેપાળ સામે જીતશે તો તે સુપર-4માં જશે. જો તે હારી જશે તો નેપાળ આગામી રાઉન્ડમાં પહોંચી જશે. જો નેપાળ સામેની મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય તો ભારતને એક પોઈન્ટ મળશે અને તેનાથી તેના કુલ પોઈન્ટની સંખ્યા બે થઈ જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં પહોંચશે. નેપાળને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ ભોગે જીતવું પડશે. તેણે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો મેચ રદ થાય તો પણ તેને માત્ર એક પોઈન્ટ મળશે અને બે મેચમાં કુલ એક પોઈન્ટ સાથે તે બહાર થઈ જશે.


ઈશાન અને હાર્દિકે દિલ જીતી લીધા


આ પહેલા ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિકે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 87 રનની ઇનિંગ રમી હતી. ઈશાને પાકિસ્તાન સામેની પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં 82 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ ભારતીય બેટ્સમેન 20 રનના આંકડાને પણ સ્પર્શી શક્યો નહોતો. હાર્દિક અને ઈશાન પછી પણ બુમરાહ ત્રીજો ટોપ સ્કોરર હતો. તેણે છેલ્લી ઓવરમાં 16 રન ફટકારીને ભારતને 266 રન સુધી પહોંચાડ્યું હતું. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 10 ઓવરમાં 35 રન આપીને ચાર વિકેટ લીધી હતી. નસીમ શાહ અને હરિસ રઉફને ત્રણ-ત્રણ સફળતા મળી.


કોહલી અને રોહિત સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ 


પાકિસ્તાન સામેની મોટી મેચમાં ભારતના અગ્રણી ખેલાડીઓના ફ્લોપ થવાથી વર્લ્ડ કપની તૈયારીઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ચાહકોએ સોશિયલ મીડિયા પર કોહલી અને રોહિત સહિતના ફ્લોપ બેટ્સમેનોને પણ ટ્રોલ કર્યા હતા. કોહલી અને રોહિત વિશે ઘણા પ્રકારના મીમ્સ શેર કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરશે. પરંતુ ટીમની તૈયારીએ હાલમાં ચાહકોને નિરાશ કર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?