ભારતમાં વિદેશી હુંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત ભારતીય મૂળના લોકો છે. અમેરિકા, કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન, સહિતના દેશોમાં રોજગારી માટે જતા ભારતના લોકો દર વર્ષે તેમની મહેતનની રકમ ભારત મોકલે છે. વર્ષ 2022માં જ ભારતીય મૂળના લોકોએ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે.
નિર્મલા સિતારમણે આપી જાણકારી
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું કે વર્ષ 2022ના દરમિયાન ભારતીયમૂળના લોકોએ લગભગ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. આ રકમ ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. સીતારમણે ઈંદોરમાં આયોજીત પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના એક સત્ર દરમિયાન આ માહિતી આપી છે. તેમણે વધુ માહિતી આપી હતી કે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ 2022 દરમિયાન ભારતીય મૂળના લોકોએ વિદેશમાંથી લગભગ 100 અબજ ડોલર મોકલ્યા છે જે 2021ની તુલનામાં 12 ટકા છે. તેમણે જણાવ્યું કે નિષ્ણાતો માનતા હતા કે કોરોનાના કારણે ભારતીય મૂળના લોકો વિદેશમાં રોજગારી માટે નહીં જાય જો કે અગાઉની તુલનામાં વધુ લોકો વિદેશ પહોંચ્યા છે.