'INDIA'એ ભાજપની મુશ્કેલી વધારી, 26 પક્ષો આપશે 2024માં પડકાર, રાહુલે કહ્યું 'નરેન્દ્ર મોદી અને ઈન્ડિયા વચ્ચેની છે આ લડાઈ'


  • Published By :
  • Published Date : 2023-07-18 18:56:25

આગામી લોકસભાની ચૂંટણી (2024)ને લઈને વિરોધ પક્ષોએ તેમની એકતા પ્રદર્શિત કરવા માટે આજે બેંગલુરુમાં બેઠક યોજી હતી. વિપક્ષોની આ બેઠકમાં કુલ 26 રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગઠબંધનના નામ પર મહોર લગાવવામાં આવી છે. વિપક્ષોએ આ ગઠબંધનનું નામ INDIA (ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્લુઝિવ એલાયન્સ) રાખ્યું છે. જો કે આ નામ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે. દેશનું સમગ્ર ધન કેટલાક લોકોના હાથમાં આવી ગઈ છે, તેથી લડાઈ હવે NDA અને INDIA વચ્ચે છે. ઈન્ડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ છે. લડાઈ ભાજપની વિચારધારા વિરુદ્ધ છે. અમે એક સાથે લડાઈ લડીશું. રાહુલ ગાંધીએ આ વાત વિપક્ષની સંયુક્ત બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા જણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ઘણું જ સાર્થક કામ થયું. આ સાથે જ તેમણે ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.


NDA vs INDIAનો  જંગ


રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ વિપક્ષ અને ભાજપ વચ્ચે નથી. દેશનો અવાજ દબાવવામાં આવે છે, આ લડાઈ દેશ માટે છે તેથી ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્કલૂસિવ એલાયન્સ (INDIA) નામ પસંદ કરાયું છે. નરેન્દ્ર મોદી અને ઈન્ડિયા વચ્ચેની આ લડાઈ છે. તેમની વિચારધારા અને ઈન્ડિયા વચ્ચેની લડાઈ છે. તેમણે કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે અમે એકશન પ્લાન તૈયાર કરીશું અને એક સાથે મળીને દેશમાં અમારી વિચારધારા અને અમે જે કરવા જઈ રહ્યાં છીએ તે અંગે બોલીશું.


ગઠબંધનમાં કયા પક્ષો થયા સામેલ? 


1 –કોંગ્રેસ, 2 – TMC, 3 – JDU, 4 – RJD, 5 – NCP, 6 – CPM, 7– CPI 8– સમાજવાદી પાર્ટી 9 – DMK 10 – JMM 11 – આમ આદમી પાર્ટી 12 – શિવસેના (ઉદ્ધવ જૂથ) 13 – નેશનલ કોન્ફરન્સ 14 – PDP 15 – RLD 16 – IUML 17 – કેરળ કોંગ્રેસ (M) 18 – MDMK 19 – VCK 20- RSP 21 – કેરળ કોંગ્રેસ (જોસેફ) 22 – KMDK 23 – અપના દળ કામેરાવાડી 24 – MMK, 25 – CPIML 26– AIFBA સહિતના વિપક્ષી નેતાઓ આ ગઠબંધનમાં સામેલ થયા છે.


વિપક્ષોની  બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો


વિરોધ પક્ષોના ગઠબંધનનું નામ INDIA હશે

તે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ માટે વપરાય છે.

લોકશાહી બચાવવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓએ સાથે આવવાનો નિર્ણય કર્યો 

વિપક્ષની આગામી બેઠક હવે મુંબઈમાં યોજાશે.

ચૂંટણી માટે દિલ્હીમાં સચિવાલય બનાવવામાં આવશે.

11 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?