દેશની આર્થિક
રાજધાની મુંબઈમાં મરાઠી ભાષાના નામે લડાઈની કોઈ નવી વાત નથી. 25મી માર્ચના રોજ અંધેરી પશ્ચિમના વર્સોવા વિસ્તારમાં સ્થિત ડી-માર્ટ સ્ટોરમાં
ફરી આવી જ ઘટના બની છે. હકીકતમાં, રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ સુપરમાર્કેટ ડી-માર્ટ સ્ટોરના એક કર્મચારીને મરાઠી ના બોલવા બદલ થપ્પડ મારી હતી. અને ફરી આવું ન
કરવાની ચેતવણી પણ આપી હતી.
રાજ ઠાકરેના
માણસોએ ડી માર્ટના મેનેજરને ઘમકાવે અને હાથટપલી દાવ કરે છે. આ એક જ ઘટના નથી,આવી તો તમે ગૂગલ કરો તો કેટલીય લિંક અને ફૂટેજ મળી આવે જેમાં MNSના માણસો દ્વારા મુંબઈમાં કામ કરતાં કે વ્યવસાય
કરતાં બીજા
રાજયના લોકો સાથે મારામારી
કરીને એમના રોજગારની ચીજ વસ્તુઓનું નુકશાન કરતાં નજરે ચઢે છે ! જો કોઇપણ એમની
ભાષાનો જાણકાર MNSના કાર્યકરોને એક ફોન કે ફરિયાદ કરે તો સામેવાળા
વ્યક્તિને ટોળું વળીને ઘમકાવે અને ફટકારે છે ત્યારે એમના માટે
કોઈ કાયદો કે વ્યવસ્થા છે કે નહિ ? તે પ્રશ્ન ઉઠે છે!
કાયદો અને
વ્યવસ્થા એમના હાથમાં હોય તેવું મનસ્વી વર્તણુંક MNS કાર્યકર્તા કરતાં આવ્યાં છે અને હજી પણ જાહેરમાં કાયદા હાથમાં લેનાર લોકો સામે એક્શન લેવા માટે મુંબઈ પોલીસ કોની
પરવાનગીની રાહ જુએ છે? હેરાનગતિ કે જે ટ વ્યક્તિને સબક
શીખવાડે તેના લાઈવ વિડીયો ઉતારવામાં આવે છે અને તેને દરેક ચેનલ સુધી જાણે
પહોચાડવામાં આવતો હોય તેવું લાગે છે.. .. દરેક ચેનલમાં આ ફૂટેજ ચલાવાય છે.
ધીમે ધીમે જાણે અજાણે આપણે સૌ જાણે ધર્મ, ભાષા અને જાતિના આધારે અનેક મહાનુભવો દ્વારા જુથવાદ અને વર્ચસ્વની મિથ્યા વાતોને સોશિયલ મીડિયા પર સાંભડતા આવ્યા છીએ.