દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 1700 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. દિલ્લી પોલીસે એક શિપિંગ કન્ટેઈનર ઝડપ્યું હતું જેમાં 22 હજાર કિલોનું લિકરીસ પ્લાન્ટ ઝડપી પાડ્યું હતું. લિકરીસ પ્લાનમાં હેરોઈન નામનું માદક દ્રવ્ય સંતાડવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપવામાં આવ્યું હતું.
1725 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ કુલ 1725 કરોડનું ડ્રગ્સ કન્ટેઈનર પરથી ઝડપવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈથી દિલ્લી મોકલવામાં આવ્યું હતું.
અગાઉ પર દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે બે અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ અફઘાનિસ્તાનના લોકો પાસેથી 1200 કરોડનું 312 કિલો માદક દ્રવ્ય ઝડપવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ દેશમાં ઘૂસાડવામાં આવે છે તેના પરથી દેખાય છે કે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ બહુ સ્માર્ટ રીતે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે વિવિધ યુક્તિઓ લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ વિદેશથી ગુજરાત મુંબઈ જેવા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડે છે.