રઘુરામ રાજન ભારતીય અર્થતંત્ર અંગે ચિંતિંત, કહ્યું 'હિંદુ ગ્રોથ રેટ' એક ભયજનક બાબત


  • Published By :
  • Published Date : 2023-03-06 17:34:12

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને હિંદુ વૃદ્ધિ દરને લઈને ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે નબળા ખાનગી ક્ષેત્રના રોકાણ, ઊંચા વ્યાજ દરો અને ધીમા વૈશ્વિક વિકાસ દરને કારણે ભારત ખતરનાક રીતે હિંદુ વૃદ્ધિ દરની નજીક છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય અર્થતંત્રને લઈ ચિંતા વ્યક્ત કરી છે.   


5 ટકાની વૃધ્ધી પણ ખુશનસીબી


પૂર્વ આરબીઆઈ ગવર્નરને આગામી નાણાકિય વર્ષ (2023-24)માં ભારતની વૃધ્ધી દર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રાજને કહ્યું કે  5 ટકાની વૃધ્ધી પણ મેળવી શકીએ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર- ડિસેમ્બરના જીડીપી આંકડા બતાવે છે કે પહેલા છમાસિકમાં વૃધ્ધી નબળી રહેશે. તેમણે કહ્યું કે મારી આશંકા અકારણ નથી. આરબીઆઈએ ચાલુ નાણાકિય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં વધુ ઘટાડો એટલે કે 4.2 ટકાના વૃધ્ધી દરનું અનુમાન વ્યક્ત કર્યું છે.


સર્વિસ ક્ષેત્ર ચમકતું સેક્ટર


રઘુરામ રાજને કહ્યું કે આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની સરેરાશ વાર્ષિક 3 વર્ષ પહેલાની તુલનામાં 3.7 ટકા છે. આ જુની હિંદુ વૃધ્ધી દરની ખુબ જ જ નજીક છે. આ બાબત જ ભયભીત કરનારી છે, આપણે તેને સુધારવી પડશે. જો કે તે માનવું કે સરકાર માળખાગત મૂડીરોકાણના મારચે કામ કરી રહી છે પરંતું તે તે રોકાણની અસર જોવાનું હજી બાકી છે. તેમણે સર્વિસ સેક્ટરના પ્રદર્શનને ચમકતું સેક્ટર ગણાવ્યું હતું  જો કે તેમાં સરકારની કોઈ જ ખાસ ભૂમિકા નથી.


હિંદુ ગ્રોથ રેટ શું છે?


'હિન્દુ રેટ ઓફ ગ્રોથ' એ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેનો સંબંધ કોઈ ધર્મ સાથે નથી. આ શબ્દનો ઉપયોગ વારંવાર આર્થિક મંચોમાં થાય છે. હિંદુ ગ્રોથ રેટ શબ્દાવલીનો ઉપયોગ સૌપ્રથમ 1978માં ભારતીય અર્થશાસ્રી રાજ કૃષ્ણએ કર્યો હતો. ભારતીય અર્થતંત્રનો વૃધ્ધી દર 1950થી લઈને 1980 સુધી 4 ટકાના સૌથી નીચા સ્તરે રહી હતી, જેને હિંદુ રેટ ઓફ ગ્રોથ પણ કહેવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?