ચીન બે વર્ષથી લદ્દાખના અનેક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કર્યા બાદ પણ દુનિયાને દેખાડી રહ્યું છે કે ભારત સાથે સરહદ પર બધુ ઠીક છે. ફરીવાર ચીને નિવેદન આપ્યું છે કે ચીન અને ભારતની લદ્ધાખની સરહદ પર બધુ ઠીક છે. જો કે ભારતે પણ ચીનના નિવેદન પર જવાબ આપતા કહ્યું છે કે સરહદ પર પરિસ્થિતિ ઠીક નથી.
ચીને શું નિવેદન આપ્યું હતું?
ચીન ઈચ્છે છે કે ભારતીય સીમા પરની તેમના ષડયંત્રને દુનિયા સામે જગજાહેર ના થાય. ચીન ઈચ્છે છે કે ભારત સીમા વિવાદને એટલું મહત્વ ના દેય કે જેથી વેપારના સંબંધો પર અસર પડે. આથી ચીને નિવેદન આપ્યું હતું કે ભારત સાથેના લદ્ધાખ સરહદ પર બધુ ઠીક છે.
ભારતે ચીનને અરીસો બતાવ્યો
ભારતના વિદેશ મંત્રીના પ્રવક્તાએ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય થાય તેના માટે હજુ ઘણા પગલા ભરવાના બાકી છે. હજુ ઘણા પ્રકારના સકારાત્મક પગલા ભરવાના બાકી છે જેથી પરિસ્થિતિ સામાન્ય થાય.