કેનેડાએ 41 ડિપ્લોમેટ્સને પરત બોલાવ્યા, વિઝા અને પાસપોર્ટ સેવા પર શું થશે અસર?


  • Published By :
  • Published Date : 2023-10-20 18:12:34

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાન મુદ્દે ચાલી રહેલો તણાવ હવે તેની ચરમસીમા પર પહોંચ્યો છે. રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.આ સાથે જ કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. મને છેલ્લા 40 કે 50 વર્ષમાં એવી કોઈ ઘટના યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. જો કે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. પરંતુ કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મંત્રણા નિષ્ફળ રહી હતી. કેનેડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આ મહિને 3 ઓક્ટોબરના રોજ ભારત સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો તેમની તમામ રાજદ્વારી સુરક્ષા હટાવી દેવામાં આવશે.


વિઝા અને પાસપોર્ટ સેવા પર  થશે અસર 


ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે, ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ (Immigration, Refugees and Citizenship Canada, IRCC)કેનેડા એ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા પછી ભારતીય વિઝા અરજીઓમાં મંદી આવશે. IRCC ભારતમાંથી અરજીઓ સ્વીકારવાનું અને પ્રક્રિયા કરવાનું ચાલુ રાખશે, પરંતુ કર્મચારીઓના ઘટેલા સ્તરથી પ્રક્રિયાના સમયને અસર થવાની અપેક્ષા છે. વધુમાં, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેનેડિયન રાજદ્વારી કર્મચારીઓની અછતને કારણે, ભારતીય નાગરિકોને એકંદર પ્રક્રિયા સમય, પૂછપરછના જવાબો અને વિઝા અથવા તેમના પાસપોર્ટ પાછા મેળવવામાં વિલંબનો સામનો કરવો પડશે. દરમિયાન, કેનેડિયન અધિકારીઓએ ખાતરી આપી છે કે ભારતમાં કેનેડા સ્થિત IRCC સ્ટાફ દેશમાં આવશ્યક રોજિંદા કાર્યો કરશે.


મામલો શા માટે વણસ્યો?


ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો જ્યારે 18 સપ્ટેમ્બરે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો. થોડા દિવસો પછી, ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું, આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને સંખ્યા વધારે. 3 ઓક્ટોબરે ભારતે ટ્રુડો સરકારને તેના રાજદ્વારીઓને પાછા ખેંચવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં નવી દિલ્હીથી તેના 41 વધારાના રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. ભારતે એમ પણ કહ્યું હતું કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી સુરક્ષા પણ રદ કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?