ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે 13 નવેમ્બરે ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારતે આપેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 16 ઓવરમાં 170 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા તો હાર્દિકે માત્ર 33 બોલમાં 63 રન બનાવ્યા. ઈનિંગના છેલ્લા બોલ પર હાર્દિકને હિટ વિકેટ મળી નહીંતર સ્કોર વધુ વધી શક્યો હોત. હાર્દિકે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી જ્યારે કોહલીએ 50 રનની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 1 વિકેટ લીધી હતી.આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત (પ્લેઇંગ ઇલેવન)
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન)
જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરેન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રાશીદ