ન્યૂઝીલેન્ડના હોમ ગ્રાઉન્ડ માઉન્ટ મોન્ગનુઈ બે ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટી ટ્વેન્ટી મેચમાં ન્યૂઝઈલેન્ડને 65 રનથી હરાવી દીધું છે. આ મેચમાં જીત સાથે જ સીરીઝમાં ભારતે 1-0ની લીડ સાથે મેચ પોતાના પક્ષમાં કરી લીધી છે. અગાઉની મેચમાં વરસાદ પડતા ભારત-ન્યૂઝીલેન્ડની મેચ રદ કરી દેવામાં આવી હતી.
સૂર્ય કુમાર યાદવનું શાનદાર પર્ફોર્મન્સ
ભારત-ન્યૂઝીલેન્ડની t-20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઑવરમાં 191 રન બનાવ્યા હતા. ભારતે 20 ઑવરમાં ભારતે 6 વિકેટ ખોઈ હતી. બેટિંગ દરમિયાન ઈશાન કિશને 36 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનની અણનમ પારી રમી હતી. સૂર્ય કુમાર યાદવે આ મેચની અંદર સદી ફટકારી હતી અને તેની પહેલાની ઈંગલેન્ડ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડનું નબળું પ્રદર્શન
ન્યૂઝીલેન્ડે પહેલા ફિલ્ડિંગ કરી હતી. ત્યાર બાદ ભારત સામે ન્યૂઝીલેન્ડે 126 રનની પારી રમી હતી, પરંતુ 126 રન બનાવીને ન્યૂઝીલેન્ડના તમામ પ્લેયર આઉટ થઈ ગયા હતા. જેમાં ભારતના દીપક હુડ્ડાએ ચાર વિકેટ લીધી હતી. યુઝી અને મોહમ્મદ સીરાઝે 2-2 વિકેટ ચટકાવી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલ્યમસન્સે 52 બૉલ પર 61 રન બનાવ્યા હતા.