સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે કોરોનાને નિયંત્રણમાં લેવા દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. ભારતે કોવિડની રસીકરણને લઈ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. ટ્વિટ કરી કહ્યું કે ભારતે 220 કરોડ વેક્સિન ડોઝના આંકડાને પાર કરી લીધું છે.
મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી
2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ઝપેટમાં લઈ લીધા હતા. કોરોના મહામારીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની સંક્રમિત થયા હતા. ત્યારે લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચલાવ્યું હતું. 16 જાન્યુઆરી 2021માં પૂરા દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે રસીકરણ અભિયાન દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ છે. દેશે આજે 220 કરોડ વેક્સિનેશનના ડોઝ લગાવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વાસ્થ ભારત બનાવાની નિરંતર કોશિશ થઈ રહી છે.