પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પેહલા રાજકોટમાં એક અલગ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો છે. જકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ખાનગી તેમજ સરકારી મળી 150 જેટલી શાળાના કુલ 8500થી વધુ વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આના પેહલા ચીનમાં આ પ્રકારનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો.જેની સંખ્યા 4900 આસપાસ હતી જ્યારે રાજકોટમાં 8500 વિદ્યાર્થીઓએ આજે રંગપુરણી કરી તે રેકોર્ડ તોડ્યો છે ...
કેટલા બાળકો આમાં જોડાયા !!!!
પ્રધાનમંત્રી રાજકોટ આવ્યા પેહલા રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અમૃતઘાયલ ઓડિટોરિયમ હોલ ખાતે આજે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. મનપા સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓ મળી કુલ અંદાજિત 150 શાળાના 8500થી વધુ વિદ્યાર્થીઓએ સાથે મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી કરી અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે. આ રેકોર્ડ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા 5000 વિદ્યાર્થીઓને એકઠા કરી કાર્યક્રમ કરવા કહેવામાં આવ્યું હતું જેની સામે આ કાર્યક્રમમાં 8500થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થતા એશિયા બુક અને લીમકા બુક રેકોર્ડમાં પણ એપ્લાય કરવામાં આવશે.
પેહલા કોને રેકોર્ડ બનવ્યો હતો ?
ચીનમાં 4900 જેટલા લોકોએ આવો જ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો જયારે રાજકોટ આજે તેનાથી પણ મોખરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓમાં થનગનાટ અનેરો છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ સહભાગી બની વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવી રહ્યો છે.