દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ની ચોથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પણ મમતાના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
#WATCH | After the conclusion of the INDIA Alliance meeting, Congress president Mallikarjun Kharge says" Our first priority is to win (elections). We will think about winning before deciding the name of the Prime Minister. If there will be no MPs, it makes no sense talking about… pic.twitter.com/11rf9YoCOz
— ANI (@ANI) December 19, 2023
ખડગેએ પ્રસ્તાવ પર શું કહ્યું?
#WATCH | After the conclusion of the INDIA Alliance meeting, Congress president Mallikarjun Kharge says" Our first priority is to win (elections). We will think about winning before deciding the name of the Prime Minister. If there will be no MPs, it makes no sense talking about… pic.twitter.com/11rf9YoCOz
— ANI (@ANI) December 19, 2023મંગળવારે દિલ્હીમાં આયોજિત I.N.D.I.A.ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ PM પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અન્ય કેટલાક નેતાઓએ પણ મમતાને સમર્થન આપ્યું હતું પરંતુ ખડગેએ કહ્યું હતું કે હવે ચૂંટણીઓ નજીક છે અને આપણે હવે તે જીતવા માટે કામ કરવું પડશે, PM ઉમેદવાર અંગે પછી જોઈશું. ખડગેએ કહ્યું કે પહેલા અમે સંખ્યા વધારીશું, પછી નક્કી કરીશું કે PM કોણ હશે.
સાથે મળીને ધરણા અને સભાઓ કરીશું-ખડગે
ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. બધાએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બધાએ એક થઈને નિર્ણય લીધો છે કે તેઓ દેશમાં એક સાથે 8-10 સભાઓ અને પ્રદર્શનો કરશે. જો તમામ નેતાઓ એક મંચ પર નહીં જોવા મળે તો લોકોને ખબર નહીં પડે કે તેઓ હવે એક સાથે છે. દેશમાં આ પહેલા ક્યારેય એક સાથે આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, અમે તેના માટે લડીશું. તેમણે કહ્યું કે 22 ડિસેમ્બરે બધા મળીને તેનો વિરોધ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.