આસમાને પહોંચેલા ભાવને નિયંત્રિત કરવા કણકીની નિકાસ પર પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:00:48

ભારતમાં ચોખાની અછત અને તેના આસમાને પહોંચેલા ભાવને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે  કણકી (બ્રોકન રાઇસ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનો આ હુકમ આજથી અમલમાં આવશે. આ ઉપરાંત સરકારે બાસમતિ સિવાયના વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લગાવી છે. 


ડાંગરની રોપણી ઘટતા સરકાર જાગી


કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદ થવાથી  વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની રોપણીનો વિસ્તાર  5.62 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર રહી ગયો છે. આ પરિસ્થિતીમાં દેશમાં ચોખાની ભારે અછત સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે 9 થી 15 સપ્ટેમ્બર સુધી, ફક્ત તે માલસામાનને જ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે જેઓ લોડ કરવામાં આવ્યા છે, બિલ કરવામાં આવ્યા છે અને પોર્ટ પર કસ્ટમ્સને પહોંચાડવામાં આવ્યા છે.

 

વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% 


ચીન પછી ભારત ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% છે. ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં 21.2 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમ્યાન નોન-બાસમતી ચોખાની નિકાસ $6.11 બિલિયન રહી હતી. ભારતે 2021-22માં વિશ્વના 150 થી વધુ દેશોમાં નોન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.  આ તરફ કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં ડાંગરનું વાવેતર 5.62% ઘટીને 383.99 લાખ હેક્ટર થઈ ગયું છે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?