ભારત અને અમેરીકાની દોસ્તી જશે આકાશને પાર, સ્પેસમાં મિત્રતાની થીમ પર અમેરીકાએ ભારતમાં ઉજવ્યો નેશનલ ડે
અમેરીકાના એમ્બેસેડર એરીક ગાર્સેટીએ ઉર્જા અને લાગણી સાથે કહ્યું ભારતનું ભવિષ્ય એ સામાન્ય માણસની આંખોમાં જુએ છે, જે સપનાથી ભરેલી છે
સૌથી જૂનું અને સૌથી વિશાળ લોકતંત્ર આકાશમાં મિલાવશે કદમતાલ
મુંબઈની તાજમહલ હોટેલ, સાંજે 7 વાગ્યાનો સમય અને ભારત – અમેરીકાના સંબંધોની ઉજવણી થઈ, અમેરીકા આ 4થી જુલાઈએ સ્વતંત્રતાના 248 વર્ષ પુરા કરશે, આઝાદીના આટલા લાંબા ઈતિહાસ પછી અમેરીકા પાસે ગુલામીની કોઈ જ વાતો નથી, વર્તમાન અને ભવિષ્યને મજબૂત કરવા માટે હવે વિશ્વની બીજી મહાન અને મજબૂત લોકશાહી સાથે કદમતાલ મિલાવીને આગળ વધવાની વાત છે, આ જ વાતને વાસ્તવિક ઓપ આપવા માટે U.S. – INDIA SPACE COOPERATION ની થીમ હેઠળ અમેરીકાના 248માં નેશનલ ડેની ઉજવણી કરાઈ.
અમેરીકા આ વર્ષના અંતમાં ISSમાં મોકલશે ભારતીય અવકાશયાત્રી
ભારત અને અમેરીકાની સ્પેસમાં સંયુક્ત દોસ્તીનું પરિણામ એ પણ આવી શકે કે ભારતના અવકાશ યાત્રીને અમેરીકા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ વર્ષના અંત સુધીમાં જ મોકલી શકે. એરીક ગ્રસેટીએ આગળ કહ્યું હતુ કે ભારતના વડાપ્રધાન જ્યારે અમેરીકાના રાષ્ટ્રપતિને મળ્યા હતા ત્યારે પણ સ્પેસ કોઓપરેશન પર ભાર મુકાયો હતો, ભારત અને અમેરીકાના સંબંધો પોલિટીકલ નથી, પર્સનલ છે. મીડિયા સાથે વાત કરતી વખતે અમેરીકામાં સ્પેસ માટે કામ કરતી પ્રાઈવેટ કંપની જેમ કે સ્પેસ એક્સ કે જેફ બેઝોસની બ્લુ શીપ વિશે વાત કરાઈ ત્યારે પણ એમણે એ વાત પર ભાર મુક્યો હતો કે દરેક બાજુના પ્રયાસોથી અવકાશમાં આપણે સિદ્ધીઓ મેળવી રહ્યા છે, વર્ષો પહેલા નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર પર પડેલા એક ડગલાથી માનવ જાતિએ મોટી હરણફાળ ભરી હતી, એ જ રીતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચેલા ભારતના યાનથી ભારતે ઈતિહાસ રચ્યો હતો. વિશ્વના સૌથી મહત્વના બે લોકતંત્ર જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે સિદ્ધીઓ એમની પ્રતિક્ષામાં ઉભી હોય છે.
આ કાર્યક્રમમાં ભારતમાં અમેરીકાના એમ્બેસેડર પદે કામ કરતા એરીક ગાર્સેટી હતા, કાર્યક્રમના યજમાન બનેલા મુંબઈના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કી હતા, મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરી અને મૂળ ભારતીય સ્પેસ સાયનટીસ્ટ ડૉ. સુસ્મિતા મોહંતી હતા.
કામની જગ્યા પર વિવિધતા વાળા લોકોથી કેટલો ફાયદો?
બુધવારે બપોરે મુંબઈ કોન્સ્યુલેટ ઓફીસથી ચાલતા કાર્યક્રમ DEIA કેટાલિસ્ટની પણ Royal Bombay Yacht Clubમાં ઉજવણી કરાઈ હતી. જેમાં કામની જગ્યા પર વિવિધતા વાળા લોકોને લેવાથી કેટલો ફાયદો થઈ શકે એ વિષય સાથે MSME સેક્ટરના લોકો સાથે વાત થઈ હતી. વર્કપ્લેસ પર સ્ત્રી પુરુષ સમાનતાથી કેટલો ફાયદો થઈ શકે, ગામડાના લોકોને પ્રતિનિધિત્વ આપવાથી શું ફાયદો મળી શકે, અલગ અલગ જાતિ અને ધર્મના લોકોનો એક સમુદાય બનવો પણ શું કામ મહત્વનો છે એ વિષય પર પણ આ કાર્યક્રમમાં વાત કરવામાં આવી હતી.
It was my pleasure to join the @USAndMumbai team along with an extraordinary group of partners - from space scientists taking us to the moon and beyond, to environmentalists finding innovative climate solutions for our home planet, - to celebrate the upcoming 248th U.S.… https://t.co/F8m4deeIls
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) May 23, 2024