IND vs WI Test : એક ઈનિંગ અને 141 રનથી ભારતે જીતી પહેલી ટેસ્ટ,ત્રીજા દિવસે જ વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, અશ્વિનની 12 વિકેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 14:50:50

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા જ દિવસે પહેલી ટેસ્ટ જીતી લીધી છે, અને ભારતીય બોલર્સની સામે વેસ્ટઈન્ડિઝની ટીમ ઘૂંટણીએ આવી ગઈ હતી, જેના પરિણામે ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે, આ મેચમાં ભારતીય બોલર્સનો ખાસ કરીને ભારતીય સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. 


આર અશ્વિને લીધી 12 વિકેટ 


ટીમ ઈન્ડિયાએ 421 રન પર પોતાની ઈનિંગ ડિક્લેર કરીને વેસ્ટઈન્ડિઝ ટીમને બીજી ઈનિંગ રમવા મજબૂર કરી હતી, જેમાં વેસ્ટઈન્ડિઝ ટીમના એક પણ બેટર પોતાનું સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, આ તરફ ભારત તરફથી બીજી ઈનિંગમાં વધુ એક વખત રવિચંદ્રન અશ્વિને 5થી વધુ વિકેટ લીધી હતી, બીજી ઈનિંગમાં આર અશ્વિને કુલ 7 વિકેટ લીધી હતી, એટલે કે કુલ પહેલી ટેસ્ટમાં માત્ર અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ ટીમની કુલ 12 વિકેટ લીધી હતી, જેના પરિણામે ભારતીય ટીમ જીતના મુકામ સુધી પહોંચી હતી. 

 

પહેલી ઈનિંગમાં ભારતીય ઓપરનર્સે કર્યુ સારું પ્રદર્શન 


ભારતીય ટીમે બીજા દિવસના અંતે 421 રન અને 5 વિકેટના નુકસાન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જેમાં ભારતીય ઓપનર્સે સારું પ્રદર્શન આપ્યું હતું, જેમાં ઓપનર્સ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સેન્ય્યુરી નોંધાવી હતી, કેપ્ટન રોહિત શર્માએ 103 રન જ્યારે યશસ્વી જયસ્વાલે 171 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી,અને ભારતીય ટીમ માટે આ બંને ઓપનર્સે 229 રનથી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે 76 અને 37 રનની ઈનિંગ રમી પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. 


ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી મેચ


ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝ ટીમને બીજી ઈનિંગમાં જ ઓલઆઉટ કરી દીધી હતી,આ બીજી ઈનિંગમા ભારત તરફથી આર અશ્વિનને 7,રવિન્દ્ર જાડેજાને 2 અને મોહમ્મદ સિરાજને 1 સફળતા મળી હતી, જેના પરિણામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 130 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, અને ભારતીય ટીમે 141 રન અને એક ઈનિંગથી પહેલી ટેસ્ટ જીતી લીધી હતી. 



2 ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે 1-0થી મેળવી લીડ, બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી થશે શરુ 


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવનાર 2 ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતીની આ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે, જ્યારે હવે આ સીરીઝની બીજી ટેસ્ટ મેચ આગામી 20 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદ ખાતે આવેલા ક્વીન્સ પાર્ક ઓવલ પોર્ટ ઓફ સ્પેન સ્ટેડિયમમાં રમાશે, હવે જો બીજી ટેસ્ટ મેચ પણ ભારત જીતી જશે તો ભારતને વ્હાઈટ વોશ કરવાનો મોકો મળશે, ઉપરાંત જો બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતશે તો શ્રેણી 1-1થી સરભર થઈ જશે, અને મેચ ડ્રો થઈ જશે તો ભારત 1-0થી શ્રેણી જીતી જશે. હવે જોવાનું એ છે કે આ સીરીઝની બીજી મેચ કોણ જીતશે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?