IND vs WI TEST : બીજા દિવસના અંતે ભારત 162 રનથી આગળ, રોહિત-જયસ્વાલની સેન્ચ્યુરી


  • Published By :
  • Published Date : 2023-07-14 18:12:34

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં પેહલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે, પહેલા દિવસના અંતે વેસ્ટઈન્ડિઝ ટીમને 150 રનમાં ઓલઆઉટ કરીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે દિવસના અંતે શૂન્ય વિકેટ પર 80 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બીજા દિવસની શરુઆતમાં ભારતીય ટીમના ઓપનર્સ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને ઓપનર્સે પોતાની સદી નોંધાવી હતી.


કેપ્ટન રોહિત ઉપરાંત ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલની સદી


ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરનાર યશસ્વી જયસ્વાલ કે જેઓ પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યાં હતા, તેમણે પોતાના કરિયરની પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી નોંધાવી હતી. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા પણ પોતાની સદી નોંધાવી 103 રન પર આઉટ થયો હતો.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કરિયરમાં 3500 રન પૂરા કર્યા છે. તેમણે 51 મેચની 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ દરમિયાન બંને ઓપનર્સ વચ્ચે કુલ 229 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશીપ થઈ હતી, જે ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ છે, આ રેકોર્ડ પહેલા સંજય બાંગર અને વિરેન્દ્ર સહેવાગના નામે હતો, જેણે વર્ષ 2002માં મુંબઈના વાનખેડેમાં 201 રનની ભાગીદારી નોંધાવી હતી. 


બીજા દિવસને અંતે ભારતે 2 વિકેટ ગુમાવી, 162 રનની લીડ મેળવી


પહેલી ટેસ્ટના બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે 312 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેમાં ટીમે પોતાની 2 વિકેટ ગુમાવી હતી, કેપ્ટન રોહિત શર્મા 103 રન બનાવીને જ્યારે શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા, હાલ ઓપરનર યશસ્વી જયસ્વાલ 143 પર અને વિરાટ કોહલી 36 રન પર રમતમાં છે, જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી જોમેલ વોરિકન અને એલીક એથેનાઝને એક-એક સફળતા મળી હતી. 

ભારત અને વેસ્ટઈન્ડિઝ ટીમના પ્લેઇંગ-11


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


વેસ્ટઈન્ડિઝ: ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથનેઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?