એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. જ્યારે સિરાજે 6 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની આખી ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ સમેટાઈ જતા ભારત સામે માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 10 વિકેટથી આ મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમે ફાઈનલ મેચ જીતીને રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કર્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.
ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી
ભારતને મળેલા 51 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા આ વખતે બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો નહોતો. ઈશાન અને ગિલ અણનમ રહ્યા અને ટીમને 10 વિકેટે હરાવ્યું. મેચમાં ગિલ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ઈશાન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
શ્રીલંકાના કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા
શ્રીલંકન ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે દુશાન હેમંથાએ 13 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. જ્યારે 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા.
મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 6 વિકેટ ખેરવી
ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.
Is this the fastest Asia Cup final ever played?
.
.
.#CricketTwitter #AsiaGames2023 #cricbash #Kohli #Finals #INDvsSL #AsiaCupFinal #StarSports #Gill #Finals #fixed pic.twitter.com/QMHBBN5LrG
— Cric Bash (@cricbashnews) September 17, 2023
ભારત ફરી એશિયા કપ ચેમ્પિયન બન્યું
Is this the fastest Asia Cup final ever played?
.
.
.#CricketTwitter #AsiaGames2023 #cricbash #Kohli #Finals #INDvsSL #AsiaCupFinal #StarSports #Gill #Finals #fixed pic.twitter.com/QMHBBN5LrG
ભારતે શાનદાર પ્રદર્શન કરતા એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યું છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ઈશાન કિશન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને શુભમન ગિલ 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મેચમાં ભારતને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.