વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ બાદ પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ


  • Published By :
  • Published Date : 2022-10-23 19:52:57

વિરાટ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ભારતને ચાર વિકેટથી અવિશ્વસનીય જીત અપાવી હતી. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અને તેને છેલ્લા 9 બોલમાં 29 રન બનાવવા પડ્યા હતા. પરંતુ ભારતના સૌથી મોટા મેચ વિનરે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને ટીમને મહત્વની જીત અપાવી હતી. વિરાટની અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક ઈમોશનલ નોટ લખી છે. અનુષ્કાએ આ મેચને તેના જીવનની અત્યાર સુધીની શ્રેષ્ઠ મેચ ગણાવી છે.


વિરાટની પત્ની અનુષ્કા શર્માએ શું લખ્યું?


બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કાએ મેચ સમાપ્ત થયા બાદ  ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આજે દિવાળીની પૂર્વ સંધ્યાએ તમે લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી. તમે એક અદ્ભુત વ્યક્તિ છો મારા પ્રેમ. તમારી ધીરજ, દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ મનને આશ્ચર્યચકિત કરી દે છે!! હું કહી શકું છું કે મેં હમણાં જ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ મેચ જોઈ છે. જો કે આપણી પુત્રી એ સમજવા માટે ખૂબ નાની છે કે તેની માતા તેના રૂમમાં શા માટે નાચતી હતી અને ચીસો પાડી રહી હતી, તે પણ એક દિવસ સમજી જશે કે તે રાત્રે તેના પિતાએ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. એક એવા તબક્કા બાદ જે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તે વધુ મજબૂત બનીને પાછો ફર્યો છે. મને તમારા પર ગર્વ છે."



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?