IND Vs PAK Asia Cup 2023 LIVE Score: ટીમ ઈન્ડિયાને બીજો મોટો ઝટકો, રોહિત શર્મા બાદ શુભમન ગિલ પણ આઉટ, સ્કોર 135/2


  • Published By :
  • Published Date : 2023-09-10 16:48:36

આજે ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાઈ રહી છે. મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બીજી વખત આમને સામને થવા જઈ રહ્યા છે. અગાઉ, બંને પાડોશી દેશો ગ્રુપ મેચમાં પણ ટકરાયા હતા, જોકે તે મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. જો કે, આ મેચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જો આજે વરસાદના કારણે કોઈ પરિણામ નહીં આવે તો મેચ રિઝર્વ ડે (11 સપ્ટેમ્બર)માં જશે.


રાહુલ અને વિરાટ કોહલી મેદાન પર  


ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા પહેલી વિકેટ માટે 100+ રનની ભાગીદારી નોંધાવી હતી. બન્ને ખેલાડીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી અને અડધી-અડધી સદી ફટકારી હતી. ગિલ 52 બોલમાં 58 રન અને રોહિત શર્મા 49 બોલમાં 56 રન ફટકાર્યા હતાં. જો કે રોહિત શર્મા બાદ શુભમન ગિલ પણ આઉટ થયો છે, બન્ને ખેલાડી પવેલિયન ભેગા થતાં ટીમ ઈન્ડિયા દબાણ હેઠળ આવી છે, હાલ કે એલ રાહુલ અને વિરાટ કોહલી મેદાન પર છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.


પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.


ભારતની બેટિંગ શરૂ


ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ગઇ છે, કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન શુભમન ગીલ અત્યારે ઓપનિંગ કરી રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ એશિયા કપ 2023માં બીજી વનડે મેચ છે, પ્રથમ વનડેમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ. પાકિસ્તાન સામેની વનડેમાં નિષ્ફળ રહેલા રોહિત શર્મા અને શુભમન ગીલ કેવો કમાલ કરે છે  તેના પર આજે સૌની નજર રહેશે. 3 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 23 રન થયા છે. ભારતીય ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલ શરુઆતથી જ પાકિસ્તાની બોલર્સને હંફાવી રહ્યા છે. રોહિત શર્મા 10 રન અને ગિલ 13 રન સાથે રમી રહ્યા છે. શાહીનની ઓવરમાં શુભમન ગિલે 4 ચોગ્ગા ફટકાર્યા છે.

 


(આ મેચ સંબંધિત દરેક મોટા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે તમને મેચ હાઇલાઇટ્સ, લાઇવ સ્કોર્સ, રસપ્રદ વિડિઓઝ બતાવવાનું ચાલુ રાખીશું, પેજ રિફ્રેશ કરતા રહો.)






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...