IND vs NED T20: ભારતે નેધરલેન્ડને 56 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી


  • Published By :
  • Published Date : 2022-10-27 16:31:54

ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ રમી રહી હતી. રોહિત શર્માએ ગુરુવારે સિડનીમાં નેધરલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.

T20 World Cup; IND vs NED Live ടി20 ലോകകപ്പ്: നെതർലൻഡ്സിനെതിരെ ഇന്ത്യ  ബാറ്റ് ചെയ്യുന്നു T20 World Cup; IND vs NED Live

ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું

સુપર-12 રાઉન્ડની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 53 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 44 બોલમાં 62 રન અને સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ તરફથી ટિમ પ્રિંગલે 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.

IND vs NED, T20 World Cup Live Streaming: When and where to watch India vs  Netherlands on TV, online | Cricket News – India TV

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતના બે મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતની આગામી મેચ હવે 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે થશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.