ભારત અને ઈંગ્લેડ વચ્ચે વર્લ્ડ કપની મેચ લખનઉના અટલ બિહારી વાજપાઈ ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 220 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. બુમરાહે 16 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે માત્ર 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલે 91 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ઈંગ્લેડ માટે ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો
ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શૂન્ય રને આઉટસતત 8 બોલ ડોટ કાઢ્યા પછી વિરાટ કોહલી પ્રેશરમાં ખોટો શોટ મારી બેઠો અને શૂન્ય રને કેચ આઉટ થયો હતો. વિલિએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. તે જ પ્રકારે શુભમન ગિલ ક્લિન બોલ્ડ થયો હતો, ઈંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સે શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો છે. શુભમન ગિલ 13 બોલમાં 9 રન બનાવી આઉટ થયો.
રોહિત શર્માએ લાજ રાખી Innings Break!
Captain Rohit Sharma top-scores with 87 as #TeamIndia set a ???? of 2⃣3⃣0⃣
Second innings coming up shortly ⏳
Scorecard ▶️ https://t.co/etXYwuCQKP#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/cbycovA0Mk
— BCCI (@BCCI) October 29, 2023
Innings Break!
Captain Rohit Sharma top-scores with 87 as #TeamIndia set a ???? of 2⃣3⃣0⃣
Second innings coming up shortly ⏳
Scorecard ▶️ https://t.co/etXYwuCQKP#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/cbycovA0Mk
રમાઈ રહેલી આ મેચમાં કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રોહિત શર્માએ 101 બોલનો સામનો કરીને 87 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ભારતને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડવામાં મદદ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી.
ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન
ટીમ ઈંગ્લેન્ડ
જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વૂડ