Ind Vs Aus: PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ મહામુકાબલો જોવા અમદાવાદ પધારશે


  • Published By :
  • Published Date : 2023-11-17 19:29:28

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહા મુકાબલામાં ઘણી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે આ મહા મુકાબલો જોવા માટે અમદાવાદ આવવાના છે. ભારતે આ ફાઈનલ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હવે આ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PMના બદલે ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ અમદાવાદ આવશે.


ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર્યું


વર્લ્ડકપ 2023ની ફાઈનલનો રોમાંચ વધી રહ્યો છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે સ્ટેડિયમમાં હાજર રહેશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી મુજબ પીએમ ઓફિસે મેચ જોવા માટે વડાપ્રધાન મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.


રિચર્ડ માર્લ્સ વાટાઘાટોની મીટિંગમાં ભાગ લેશે


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે તેમના સહયોગી અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને તેમના વતી આ મેચમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ 2+2 મીટિંગમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ '2 પ્લસ 2' મંત્રી સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા સોમવારે ભારત આવશે. જો કે, 'ટુ પ્લસ ટુ' મંત્રણા કે વોંગ અને માર્કલ્સની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?