Gujaratમાં વધતો કુપોષિત બાળકોનો આંકડો! વર્ષ 2022માં આંકડો હતો 1 લાખને પાર જ્યારે 2023માં આ આંકડો પહોંચ્યો 5 લાખને પાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-08 10:43:43

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય કહીએ છીએ. દુનિયાભરમાં ગુજરાતના ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત છે. આ વાક્ય વાંચીને કદાચ આંચકો લાગ્યો હશે પરંતુ વાત સાચી છે. બીજી મહત્વની વાત તો એ છે કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વર્ષ 2022માં કુપોષિતોનો આંકડો 1,25,907 હતો જે વર્ષ 2023માં વધીને 5 લાખ 70 હજાર 305 પર પહોંચ્યો છે. વર્ષ 2018માં રાજ્યમાં કુલ કુપોષિતોનો આંકડો 1,18,041 હતો, વર્ષ 2022માં આ આંકડો 1,25,907 પર પહોંચ્યો પરંતુ 2023માં આ આંકડો 5 લાખને પાર પહોંચી ગયો છે. એક જ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ઘણી વધી ગઈ. 



કુપોષિત બાળકોનો આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે!

બાળકને દેશનું ભાવિ માનવામાં આવે છે. દેશનું ભવિષ્ય બાળકો પર નિર્ભર રહેલું હોય છે. પરંતુ ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર બન્યો છે તેવું કહીએ તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે 5 લાખ જેટલા બાળકો ગુજરાતમાં કુપોષણનો શિકાર છે. આ આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વાત જાણીને ચોંકી ગયા હશોને પરંતુ આ વાસ્તવિક્તા છે. બાળકોને પોષણયુક્ત ભોજન મળે તે માટે કરોડો ખર્ચવામાં આવે છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે તેવું લાગે છે. 




અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા!

જો કુપોષિત બાળકોના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 56941 બાળકો કુપોષણનો શિકાર છે. જૂનાગઢ જિલ્લામાં 7748 કુપોષિત બાળકો નોંધાયા છે. ભાવનગરમાં આ આંકડો 26,188 છે જ્યારે ગીર સોમનાથમાં આ આંકડો 10,907 છે. તે ઉપરાંત અમરેલીમાં કુપોષિત બાળકોનો આંકડો 10425 છે, બોટાદમાં આ આંકડો 6038 છે જ્યારે પંચમહાલમાં આંકડો 31,512 છે, મહીસાગરમાં આ આંકડો 13,160 છે, અરવલ્લીમાં 15,392 બાળકો કુપોષિત છે, સાબરકાંઠામાં 25,160 બાળકો કુપોષિત છે. બનાસકાઠામાં 48,866 બાળકો કુપોષણનો શિકાર છે. 


ક્યાં કેટલા કુપોષિત બાળકો નોંધાયા? 

દાહોદના 51,321 બાળકો કુપોષણનો શિકાર છે. છોટાઉદેપુરમાં 19,898 બાળકો કુપોષિત છે. ગાંધીનગર જિલ્લામાં 14,626 બાળકો કુપોષિત છે. રાજકોટમાં આ આંકડો 15,573 પર પહોંચ્યો છે. સુરતમાં 26,682 બાળકો કુપોષણનો શિકાર છે. નવસારીમાં 1548 બાળકો કુપોષણનો શિકાર છે. વલસાડમાં 15,802 પર પહોંચ્યો છે. ખેડામાં 28,880 પર આ આંકડો પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં કુપોષિતોનો આંકડો 13,997 પર પહોંચ્યો છે જ્યારે જામનગરમાં 9035 બાળકો કુપોષણનો શિકાર છે. મોરબીમાં આ આંકડો 4927 નોંધાયો છે જ્યારે પોરબંદરમાં આંકડો 1734 પર પહોંચ્યો છે. દ્વારકાના 5005 બાળકો કુપોષિત છે જ્યારે વડોદરાના 20,545 બાળકો કુપોષણનો શિકાર છે. તાપી જિલ્લામાં કુપોષિતોનો આંકડો 8339 પર પહોંચ્યો છે. ભરૂચનો આંકડો 19391 પર પહોંચ્યો છે. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર હોય તેવી પરિસ્થિતિ ખુબ દયનિય કહેવાય...  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...